ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
04 જાન્યુઆરી 2021
દિવંગત અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જાન્હવી કપૂર અને નિર્માતા બોની કપૂર મળીને 39 કરોડ રૂપિયામાં એક એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. જાન્હવી કપૂરે 7 ડિસેમ્બર, 2020 ના રોજ એક ટ્રિપ્લેક્સની ડીલને અંતિમ સ્વરૂપ આપ્યું છે. ફ્લેટ આ બિલ્ડિંગના 14, 15 અને 16 મા ફ્લોર પર ફેલાયેલા છે.
જ્હન્વી કપૂરે જે બિલ્ડિંગમાં ફ્લેટ ખરીદ્યો તે મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલી છે. દસ્તાવેજો મુજબ ફ્લેટના કાર્પેટ એરિયા 3456 ચો.ફી. છે. જુહુમાં જેવીપીડી સ્કીમ એક એવો વિસ્તાર છે જ્યાં ઘણાં એ ગ્રેડ સેલેબ્રીટીઝ રહે છે અને જાન્હવી કપૂરનું નવું સરનામું પણ હવે જેવીપીડી થયુ છે.
23 વર્ષીય અભિનેત્રીએ 10 ડિસેમ્બરે પોતાના ઘરની નોંધણી અને સ્ટેમ્પ ડ્યૂટી ભરી ફાઇનલ ડીલ કરી છે. નોંધણી માટે તેને 78 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે. આ બિલ્ડિંગમાં જ્ન્હવી કપૂરે છ કાર પાર્કિંગ પણ ખરીદયા છે.
નોંધનીય છે કે, શાહિદ કપૂરના ભાઈ અને અભિનેતા ઈશાન ખટ્ટર સાથે ફિલ્મ ધડકથી ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો. આ મૂવી સુપરહિટ મરાઠી ફિલ્મ શેરાટની રીમેક હતી. ઉલ્લેખનીય છે કે, લોકડાઉન દરમાયન ઘણા ફિલ્મ સ્ટારોએ મિલકતમાં રોકાણ કરી કરકરે જે ભાવ ધટાડો કર્યો છે તેનો ફાયદો ઉઠાવ્યો છે.