Janhvi Kapoor Cryptic Post: જાન્હવી કપૂરની “સેવ ધ ડેટ” પોસ્ટથી લગ્નની ચર્ચા તેજ, જાણો કેમ 29 ઓક્ટોબર છે ખાસ?

Janhvi Kapoor Cryptic Post: જાન્હવી કપૂરે ઇન્સ્ટાગ્રામ પર 29 ઓક્ટોબર માટે “સેવ ધ ડેટ” લખી પોસ્ટ કરી, જે બાદમાં ડિલીટ થઈ ગઈ – ફેન્સે લગાવ્યો લગ્ન નો અંદાજ

by Zalak Parikh
Janhvi Kapoor Cryptic “Save the Date” Post Sparks Wedding Rumours

News Continuous Bureau | Mumbai

Janhvi Kapoor Cryptic Post: બોલીવૂડ અભિનેત્રી જાન્હવી કપૂર ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે કારણ છે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી જેમાં તેમણે લખ્યું હતું – “સેવ ધ ડેટ: 29 ઓક્ટોબર” સાથે હાર્ટ, ડાન્સિંગ ગર્લ અને ફ્લાઇટ ઇમોજી પણ શેર કર્યા હતા. જો કે, આ સ્ટોરી થોડા સમય બાદ ડિલીટ થઈ ગઈ, પણ ત્યાં સુધી તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી

આ સમાચાર પણ વાંચો : Deepika Padukone: દીપિકા અને રણવીર એ તેમની દીકરી દુઆનો પ્રથમ લુક શેર કર્યો, તો બહેન અનિષાએ જાહેર કર્યું ભત્રીજી નું ક્યૂટ નિકનેમ

લગ્ન કે ફિલ્મની જાહેરાત?

જાન્હવીની આ પોસ્ટ બાદ ફેન્સે તરત જ અંદાજ લગાવવાનું શરૂ કર્યું કે શું તે પોતાના બોયફ્રેન્ડ શિખર પહાડિયા  સાથે લગ્ન કરવા જઈ રહી છે? કેટલાક યુઝર્સે કહ્યું કે “એંગેજમેન્ટ કન્ફર્મ?”, જ્યારે કેટલાકે કહ્યું કે “ચાલબાઝ ઇન લંડન” ફિલ્મની જાહેરાત હોઈ શકે છે.જાન્હવી કપૂરે અગાઉ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે “હજી મારી યોજના ફક્ત ફિલ્મો માટે છે, લગ્ન માટે ઘણો સમય છે.” તેણે જણાવ્યું કે જ્યારે લગ્ન કરશે, ત્યારે તે તિરુપતિમાં સરળ રીતે કરવા ઈચ્છે છે અને મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરેલો લહેંગો પહેરશે.

 

View this post on Instagram

 

A post shared by D Real Chapters (@drealchapters)


જાન્હવી હાલમાં રામ ચરણ સાથે “પેડ્ડી” ફિલ્મ માટે શ્રીલંકામાં શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મનું 70% શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More