News Continuous Bureau | Mumbai
Janhvi kapoor: જાહ્નવી કપૂરે ફિલ્મ ધડક થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું હતું. અભિનેત્રી ની આ ફિલ્મ હિટ સાબિત થઇ હતી. આ ફિલ્મ ના ગીતો પણ સુપરહિટ હતા. ફિલ્મ ધડક નું ગીત ઝિંગાટ ખુબ લોકપ્રિય થયું હતું. તાજેતરમાં આ ગીત એક ઇવેન્ટ માં વગાડવામાં આવ્યું હતું પાપારાઝી એ જાહ્નવી ને આ ગીત પર ડાન્સ કરવા કહ્યું હતું. આ ગીત પર જાહ્નવી એ ખુશીથી શાનદાર ડાન્સ કર્યો હતોઆ વીડિયો હાલ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.
જાહ્નવી કપૂર નો વિડીયો થયો વાયરલ
તાજેતરમાં જાહ્નવી એક ઇવેન્ટ માં પહોંચી હતી આ દરમિયાન તેને પીળા રંગની ફ્લોરલ પ્રિન્ટેડ સાડી પહેરી હતી જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.જાહ્નવી કપૂરે સ્ટેજ પર સાડી પહેરીને ખૂબ જ પ્રેમથી ડાન્સ કર્યો હતો. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. અભિનેત્રી અવારનવાર તેની તસવીરો અને વિડીયો ફેન્સ સાથે શેર કરતી રહે છે.
આ સમાચાર પણ વાંચોઃ Karan johar vs aditya chopra: કરણ જોહર અને આદિત્ય ચોપરા આવ્યા આમને સામને, એક જ દિવસે રિલીઝ થશે બંને ના પ્રોડક્શન ની આ ફિલ્મો