News Continuous Bureau | Mumbai
Janhvi kapoor and Orry: બોલિવૂડ સેલેબ્સ માં લોકપ્રિય ઓરી સોશિયલ મીડિયા પર સેલેબ્સ સાથે ના ફોટોગ્રાફ્સ પોસ્ટ કરતો રહે છે. હવે તાજેતરમાં ઓરી એ એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં તે તેની બેસ્ટ ફ્રેન્ડ જ્હાન્વી કપૂર સાથે ફિલ્મ બાજીરાવ મસ્તાની નું પ્રખ્યાત ગીત પિંગા ગા પોરી’ પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ ડાન્સ વિડીયો પર જ્હાન્વી કપૂર ના કથિત બોયફ્રેન્ડ શિખર પહાડીયા એ પણ કમેન્ટ કરી છે.
જ્હાન્વી કપૂરે કર્યો ઓરી સાથે ડાન્સ
ઓરી દ્વારા શેર કરવામાં આવેલા વિડીયો માં, જ્હાન્વીએ સફેદ સલવાર સૂટ સાથે પીળા રંગનો દુપટ્ટો પહેર્યો છે. તેમજ ઓરી લાલ ટી-શર્ટ અને જીન્સમાં જોવા મળી રહ્યો છે. બંને બાજીરાવ મસ્તાની ના ગીત ‘પિંગા’ પર ડાન્સ સ્ટેપ કરી રહ્યા છે. જ્હાન્વી ક્લાસિકલ ડાન્સના કેટલાક સ્ટેપ્સ કરતી જોવા મળે છે જયારે કે ઓરી પોતાની જ સ્ટાઇલ માં નાચી રહ્યો છે. ઓરી ના સ્ટેપ જોઈ તમને પણ હસું આવી જશે.
જહાનવી કપૂર ના કથિત બોય ફ્રેન્ડે કરી કોમેન્ટ
આ વીડિયો શેર કરતી વખતે ઓરીએ કેપ્શનમાં લખ્યું, ‘હેશટેગ મસ્તી ઓલ ટાઈમ’ આ ઉપર જ્હાન્વીએ કોમેન્ટ કરી, ” બિગ બોસ માટે મને ભૂલી ગયો” જ્હાન્વી એ આગળ લખ્યું, ‘મિસ યુ’ જ્યારેકે જ્હાન્વી ના કથિત બોયફ્રેન્ડ અને ઓરી ના ફ્રેન્ડ શિખર પહાડિયા એ કમેન્ટ કરી ને લખ્યું, ‘રમકડું બન્યો ખલનાયક’ શિખર ની આ કમેન્ટ પરથી એવું લાગી રહ્યું છે કે તેને જ્હાનવી અને ઓરી ને સાથે જોઈ ને જલન થઇ રહી છે.
આ સમાચાર પણ વાંચોઃ Anupama: એકલી પડી ગઈ અનુપમા,સમર બાદ હવે આ પાત્ર એ પણ છોડ્યો અનુપમા નો સાથ,જણાવી શો છોડવા પાછળની હકીકત