ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 સપ્ટેમ્બર, 2021
બુધવાર
બોલ્ડ લૂક્સ માટે જાણીતી બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર આજકાલ તેના ગ્લેમરસ ફોટોસને લઈને ચર્ચામાં છે. જાહ્નવી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની ચર્ચિત સ્ટાર કિડ્સ પૈકી એક છે. જાહ્નવી સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ રહે છે. અવાર નવાર તેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
જાહ્નવી કપૂરએ તાજેતરમાં જ તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે ખૂબ જ ખુબસુરત નજર આવી રહી છે. અભિનેત્રીએ વન શોલ્ડર સ્ટ્રેપ્ડ ડ્રેસ પહેર્યો છે. અભિનેત્રીએ આ ડ્રેસને સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ અને હાઇ હીલ્સ સાથે પહેર્યો હતો, જેનાથી તેનો લુક પરફેક્ટ લાગે છે.
જાહ્નવીએ આ ફોટોશૂટમાં ન્યૂડ મેકઅપ કર્યો છે અને તેના વાળ ખુલ્લા રાખ્યા છે. જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે. જાહ્નવી કપૂરના સોશિયલ મિડિયાની વાત કરવામાં આવે તો તેનું ઇન્સ્ટાગ્રામ તેના બોલ્ડ અને ગ્લેમરસ તસ્વીરોથી છવાયેલું છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રીજાહ્નવી કપૂરને છેલ્લે ફિલ્મ "રુહી"માં જોવામાં આવી હતી. આ ફિલ્મમાં તેના સિવાય રાજકુમાર રાવ અને વરુણ શર્મા મુખ્ય ભૂમિકામાં હતા. જાહ્નવી હવે જલ્દી જ ગુડ લક જેરીમાં નજર આવવાની છે. આ ઉરપટ તે "દોસ્તના 2" અને "તખ્ત" જેવી ફિલ્મોમાં પણ નજર આવશે. તેને "દોસ્તના-2"નું શૂટિંગ પણ પૂર્ણ કરી લીધું છે.