Site icon

Janhvi kapoor: બહેન હોય તો આવી,ખુશી કપૂર માટે એક્ટિંગ છોડી આ કામ કરવા માંગતી હતી જાહ્નવી કપૂર,અભિનેત્રી એ કર્યો ખુલાસો

Janhvi kapoor: બોલિવૂડ અભિનેત્રી જ્હાન્વી કપૂર તેની નાની બહેન ખુશી કપૂર ને ખુબ પ્રેમ કરે છે અને તે તેની ખુજ સારી રીતે સંભાળ પણ રાખે છે. જાહ્નવી કપૂરે એક ઈન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો હતો કે એક સમય એવો હતો જ્યારે તે એક્ટિંગ છોડીને તેની બહેન ખુશી કપૂરની માતા બનવા માંગતી હતી.

janhvi kapoor revealed she felt like quitting acting and becoming mother for her sister khushi kapoor

janhvi kapoor revealed she felt like quitting acting and becoming mother for her sister khushi kapoor

News Continuous Bureau | Mumbai

Janhvi kapoor: શ્રીદેવી ની મોટી દીકરી અને બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર તેની પ્રોફેશનલ અને લવ લાઈફ ને લઇ ને ચર્ચામાં રહેતી હોય છે. હવે શ્રીદેવી ની નાની દીકરી ખુશી કપૂર પણ ઝોયા અખ્તર ની ફિલ્મ થઈ આર્ચીસ થી બોલિવૂડ માં ડેબ્યુ કરવા જઈ રહી છે. આખો પરિવાર તેને લઈને ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં જાહ્નવી પોતે કહ્યું હતું કે તે પોતાની બહેન માટે એક્ટિંગ કરિયર છોડી શકે છે.

Join Our WhatsApp Community

 

ખુશી કપૂર માટે એક્ટીંગ છોડી શકે છે જાહ્નવી કપૂર 

જાહ્નવી કપૂરે એક મીડિયા હાઉસ ને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “સેટ પર મારી બહેનનો પહેલો દિવસ હતો અને હું કામના કારણે તેની સાથે તેના સેટ પર જઈ શકી ન હતી. પછી મેં પહેલીવાર એક્ટિંગ છોડવાનું વિચાર્યું. મેં વિચાર્યું કે આ બધું શું છે. જો હું મારા પરિવારને સમય ન આપી શકું તો?મેં વિચાર્યું કે કદાચ મારે અભિનય છોડીને માતા બનવું જોઈએ. તે સેટ પરની માતા છે જે કહે છે, ‘બાળક માટે જ્યુસ લાવો’. પરંતુ, હું હજી પણ અહીં છું. હા. આશા છે કે આ બધી મહેનત સાર્થક થશે.” તમને જણાવી દઈએ કે,જાહ્નવીએ પોતાની બહેન ખુશી કપૂરને યાદ કરતાં આ વાત કહી હતી. 

આ  સમાચાર પણ વાંચો : Gurmeet choudhary: આને કહેવાય અસલી હીરો, અભિનેતા ગુરમીત ચૌધરી એ રસ્તા પર બેભાન પડેલા વ્યક્તિ નો આ રીતે બચાવ્યો જીવ

ખુશી કપૂર ને ખુબ પ્રેમ કરે છે જાહ્નવી કપૂર

તમને જણાવી દઈએ કે ખુશી કપૂર શ્રીદેવી અને બોની કપૂર ની નાની દીકરી છે. મીડિયા રિપોર્ટ મુજબ જ્યારથી શ્રીદેવી નું નિધન થયું છે ત્યારથી જાહ્નવી કપૂર તેની નાની બહેન ખુશી કપૂર ની એક માતા જેવી સંભાળ રાખી રહી છે. તે તેની નાની બહેન ને ખુબ પ્રેમ કરે છે.ખુશી કપૂર ઝોયા અખ્તર દ્વારા નિર્દેશિત ‘ધ આર્ચીઝ’ થી બોલિવૂડ માં એન્ટ્રી કરવા જઈ રહી છે. આ ફિલ્મ થી શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન અને અમિતાભ બચ્ચન નો પૌત્ર અગસ્ત્ય નંદા પણ બોલિવૂડમાં એન્ટ્રી કરશે. આ ફિલ્મ છે 7મી ડિસેમ્બરે Netflix પર રિલીઝ થશે.

Smriti Irani : સેલિબ્રિટી હોવાના નુકસાન વિશે સ્મૃતિ ઈરાની એ કર્યો ખુલાસો, સોહા અલી ખાનના પોડકાસ્ટમાં કરી દિલ ખોલી ને વાત
Farah Khan Cook: ફરાહ ખાનના કુક દિલીપની કમાણીમાં થયો મોટો ફેરફાર, પહેલા કમાતા હતા માત્ર આટલા રૂપિયા
Naagin 7: શું નાગિન 7 માટે ફાઈનલ થઈ ગઈ નવી નાગિન? એકતા કપૂરની પસંદ બની બિગ બોસ ફેમ આ અભિનેત્રી
Disha Patani Bareilly Home: દિશા પટની ના બરેલી સ્થિત ઘરના બહાર થયું ફાયરિંગ, ધમકી આપનાર ગેંગે કહ્યું – “આ તો ટ્રેલર છે”, જાણો સમગ્ર મામલો
Exit mobile version