Janhvi kapoor: લક્ષદ્વીપ કોન્ટ્રોવર્સી માં પીએમ મોદી ના સમર્થન માં આવી જ્હાન્વી કપૂર, બિકીની તસવીર શેર કરી કહી આ વાત

Janhvi kapoor:હાલ સોશિયલ મીડિયા પર #boycott maldives ટ્રેન્ડ કરી રહ્યું છે. બોલિવૂડ સેલેબ્સ પણ પીએમ મોદી ના સમર્થન માં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે હવે આ કડી માં જ્હાન્વી કપૂર નું નામ પણ જોડાઈ ચૂક્યું છે.

janhvi kapoor supports pm modi amid maldives vs lakshadeep row

News Continuous Bureau | Mumbai

Janhvi kapoor: બોલિવૂડ સેલેબ્સ નું લોકપ્રિય સ્થળ માલદીવ વિવાદોમાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર  #boycott maldives ટ્રેન્ડ કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ ની મુલાકાત બાદ ભારત અને માલદીવ વચ્ચે કંઈ સારું નથી ચાલી રહ્યું. હવે માલદીવને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સેલેબ્સ પીએમ મોદીને ખુલ્લેઆમ સપોર્ટ કરી રહ્યા છે. હવે આ યાદીમાં અભિનેત્રી જ્હાન્વી કપૂરનું નામ પણ જોડાઈ ગયું છે.

Join Our WhatsApp Community

 

જ્હાન્વી કપૂર આવી લક્ષદ્વીપ ના સપોર્ટમાં

જ્હાનવી કપૂરે સોશિયલ મીડિયા પર પોતાનો બિકીની ફોટો પોસ્ટ કરીને આ વિવાદમાં પીએમ મોદી અને લક્ષદ્વીપનું સમર્થન કર્યું છે. જ્હાન્વી કપૂરે લક્ષદ્વીપ ની પોતાની જૂની તસવીર પોસ્ટ કરી અને લખ્યું હતું કે, “બ્લુ ક્રિસ્ટલ ક્લિયર પાણી ખૂબ જ વાસ્તવિક છે. લક્ષદ્વીપ ખૂબ જ સુંદર છે! આપણા દેશના આ સુંદર સ્થળ તરફ જે ધ્યાન આપી રહ્યા છે તેના માટે હું આભારી છું. ભારતના ટાપુઓ ને એક્સપ્લોર કરવા હું હવે રાહ નથી જોઈ શકતી “

જ્હાન્વી કપૂરની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો : Lakshadweep maldives controversy: પીએમ મોદી ની લક્ષદ્વીપ પોસ્ટ પર મચ્યો હંગામો ,#BoycottMaldives થઇ રહ્યું છે ટ્રેન્ડ, વડાપ્રધાન ના સમર્થન માં આવ્યા આ બોલિવૂડ કલાકાર

Shilpa Shetty 60 Crore Fraud Case: શિલ્પા શેટ્ટીનો પલટવાર: ‘મારું નામ ખોટી રીતે બદનામ કરવામાં આવ્યું છે’, 60 કરોડની છેતરપિંડીના કેસમાં એક્ટ્રેસની સફાઈ
Shahrukh khan: અબરામના ફંક્શનમાં કિંગ ખાનનો જલવો: શાહરૂખ ખાન પત્ની ગૌરી અને પુત્રી સુહાના સાથે પુત્રને ચીયર કરવા પહોંચ્યો, જુઓ ‘પઠાણ’નો સ્વેગ
Abhishek-Aishwarya: છૂટાછેડાની અફવાઓ વચ્ચે બચ્ચન પરિવારનો ધડાકો: આરાધ્યાના ફંક્શનમાં ઐશ્વર્યાનો હાથ પકડીને પહોંચ્યો અભિષેક, સાથે જોવા મળ્યા બિગ બી!
Dharmendra Hema Malini: ધર્મેન્દ્ર પછી બદલાઈ ગયું સમીકરણ? હેમા માલિની અને દેઓલ પરિવારના સંબંધો પર શોભા ડેના દાવાએ વધારી સનસનાટી
Exit mobile version