શબાના આઝમી એ મિસ કરી હોળી પાર્ટી, જાવેદ અખ્તર નો રોકિંગ ડાન્સ થયો વાયરલ, અભિનેત્રીએ શેર કર્યો વિડિયો

શબાના આઝમી ના પારિવારિક ઘરે હોળીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં અલી ફઝલ, રિચા ચડ્ડા, ફરહાન અખ્તર અને મહિમા ચૌધરી સહિત ઘણા સેલેબ્સ જોવા મળ્યા હતા.

by Zalak Parikh
javed akhtar celebrates holi 2023 with family and friends fans love his dance video

News Continuous Bureau | Mumbai

મંગળવારે, મુંબઈમાં શબાના આઝમીના પારિવારિક ઘર ‘જાનકી કુટીર’માં હોળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટીમાં તેમનો પરિવાર અને મિત્રો મસ્તી કરતા જોવા મળ્યા હતા. આ પાર્ટીમાં ફરહાન અખ્તર અને તેની પત્ની શિબાની દાંડેકર, મહિમા ચૌધરી, દિવ્યા દત્તા, તન્વી આઝમી, અલી ફઝલ અને રિચા ચઢ્ઢા હાજર રહ્યા હતા.

શબાના આઝમી એ શેર કર્યો વિડીયો 

શબાના આઝમીએ ટ્વિટર પર પાર્ટીનો એક વીડિયો શેર કર્યો અને લખ્યું કે તે ઉજવણીનો ભાગ બનવાનું ચૂકી ગઈ. વિડિયોમાં તેના પતિ, પીઢ ગીતકાર જાવેદ અખ્તર અને ભાભી તન્વી આઝમીને દર્શાવવામાં આવ્યા છે, જેઓ ડાન્સ કરતા જોવા મળે છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More