News Continuous Bureau | Mumbai
Javed Akhtar: ગીતકાર જાવેદ અખ્તરે દિવાળી પર આયોજિત કાર્યક્રમને સંબોધતાં હિન્દુ સંસ્કૃતિમાં સહિષ્ણુતની પ્રશંસા કરતાં કહ્યું કે જો ભારતમાં લોકતંત્ર કાયમ છે તો તેનું કારણ હિન્દુ સંસ્કૃતિ જ છે. એ વિચારવું કે આપણે સાચા છીએ અને બીજા લોકો ખોટા છે તે હિન્દુ સંસ્કૃતિનો ભાગ નથી.
હિન્દી સિનેમાના પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તર (Javed Akhtar) દેશના દરેક મુદ્દા પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. ફરી એકવાર તે પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં છે. પોતાને નાસ્તિક ગણાવતા જાવેદ અખ્તર જય શ્રી રામ (Jai Shri Ram) ના નારા લગાવતા જોવા મળ્યા છે. હાલમાં જ જાવેદ અખ્તર રાજ ઠાકરેના દીપોત્સવ કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે હિંદુ (Hindu) ઓ વિશે ઘણી વાતો કહી હતી.
ગીતકારે કહ્યું, ‘જો કે હું નાસ્તિક છું, પરંતુ હું મર્યાદા પુરુષોત્તમ રામનું ખૂબ સન્માન કરું છું. મને એ વાતનો ગર્વ છે કે મારો જન્મ માતા સીતાની ભૂમિ પર થયો છે. ભગવાન શ્રી રામ આપણી સંસ્કૃતિ અને સભ્યતાનો એક ભાગ છે. આ જ કારણ છે કે મેં આ કાર્યક્રમમાં ભાગ લીધો છે. જ્યારે પણ આપણે મર્યાદા પુરુષોત્તમનો ઉલ્લેખ કરીએ છીએ ત્યારે આપણા મગજમાં ભગવાન શ્રી રામ અને માતા સીતાના નામ જ આવે છે.
સવારે લખનૌમાં વોક કરવા જતા ત્યારે અમે એકબીજાને જય સિયા રામ કહેતા: જાવેદ અખ્તર..
જાવેદ અખ્તરે આગળ જણાવતા કહ્યું ‘સીતા અને રામ પ્રેમના પ્રતિક છે, તેમના નામ અલગ લેવા એ પાપ છે. અમે તેમના નામ અલગથી લઈ શકતા નથી. જે આ કરવા માંગતો હતો તે માત્ર રાવણ હતો. જો તમે પણ અલગ અલગ બન્ને ના નામ લો છો તો તમારા મનમાં પણ ક્યાંક રાવણ છુપાયેલો છે.
તેમણે એમ પણ કહ્યું કે ‘મને તે સમય હજુ પણ સારી રીતે યાદ છે જ્યારે અમે સવારે લખનૌમાં વોક કરવા જતા ત્યારે અમે એકબીજાને જય સિયા રામ કહેતા હતા. જાવેદ અખ્તરે કહ્યું કે આજના સમયમાં અસહિષ્ણુતા વધી છે. જો કે, અગાઉ પણ કેટલાક લોકો એવા હતા જેમની પાસે સહનશીલતા ન હતી. પણ આ હિંદુઓમાંથી કોઈ એવું નહોતું. હિંદુઓનું હૃદય હંમેશા મોટું રહ્યું છે. હું હજી પણ ઇચ્છું છું કે તેઓ આ વસ્તુને તેમની અંદરથી મરવા ન દે.