Site icon

Javed Akhtar: દેશમાં હિન્દુઓને લીધે લોકતંત્ર જીવિત, હવે વધી રહી છે અસહિષ્ણુતા : જાવેદ અખ્તરનુ મોટુ નિવેદન… જુઓ વિડીયો.. વાંચો વિગતે..

Javed Akhtar: હિન્દી સિનેમાના પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તર દેશના દરેક મુદ્દા પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. ફરી એકવાર તે પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં છે. પોતાને નાસ્તિક ગણાવતા જાવેદ અખ્તર જય શ્રી રામના નારા લગાવતા જોવા મળ્યા છે.

Javed Akhtar attacks Pakistan in Pakistan: Saw how Mumbai was attacked, 26/11 terrorists still roaming freely

લાહોરમાં બેસીને જાવેદ અખ્તરે પાકિસ્તાનને બતાવ્યો અરીસો, કહ્યું- મુંબઈ બોમ્બ હુમલાના આરોપીઓ અહીં ખુલ્લેઆમ… જુઓ વિડિયો..

News Continuous Bureau | Mumbai 

Javed Akhtar: ગીતકાર જાવેદ અખ્તરે દિવાળી પર આયોજિત કાર્યક્રમને સંબોધતાં હિન્દુ સંસ્કૃતિમાં સહિષ્ણુતની પ્રશંસા કરતાં કહ્યું કે જો ભારતમાં લોકતંત્ર કાયમ છે તો તેનું કારણ હિન્દુ સંસ્કૃતિ જ છે. એ વિચારવું કે આપણે સાચા છીએ અને બીજા લોકો ખોટા છે તે હિન્દુ સંસ્કૃતિનો ભાગ નથી.

Join Our WhatsApp Community

હિન્દી સિનેમાના પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તર (Javed Akhtar) દેશના દરેક મુદ્દા પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. ફરી એકવાર તે પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં છે. પોતાને નાસ્તિક ગણાવતા જાવેદ અખ્તર જય શ્રી રામ (Jai Shri Ram) ના નારા લગાવતા જોવા મળ્યા છે. હાલમાં જ જાવેદ અખ્તર રાજ ઠાકરેના દીપોત્સવ કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે હિંદુ (Hindu) ઓ વિશે ઘણી વાતો કહી હતી.

ગીતકારે કહ્યું, ‘જો કે હું નાસ્તિક છું, પરંતુ હું મર્યાદા પુરુષોત્તમ રામનું ખૂબ સન્માન કરું છું. મને એ વાતનો ગર્વ છે કે મારો જન્મ માતા સીતાની ભૂમિ પર થયો છે. ભગવાન શ્રી રામ આપણી સંસ્કૃતિ અને સભ્યતાનો એક ભાગ છે. આ જ કારણ છે કે મેં આ કાર્યક્રમમાં ભાગ લીધો છે. જ્યારે પણ આપણે મર્યાદા પુરુષોત્તમનો ઉલ્લેખ કરીએ છીએ ત્યારે આપણા મગજમાં ભગવાન શ્રી રામ અને માતા સીતાના નામ જ આવે છે.

 સવારે લખનૌમાં વોક કરવા જતા ત્યારે અમે એકબીજાને જય સિયા રામ કહેતા: જાવેદ અખ્તર..

જાવેદ અખ્તરે આગળ જણાવતા કહ્યું ‘સીતા અને રામ પ્રેમના પ્રતિક છે, તેમના નામ અલગ લેવા એ પાપ છે. અમે તેમના નામ અલગથી લઈ શકતા નથી. જે આ કરવા માંગતો હતો તે માત્ર રાવણ હતો. જો તમે પણ અલગ અલગ બન્ને ના નામ લો છો તો તમારા મનમાં પણ ક્યાંક રાવણ છુપાયેલો છે.

તેમણે એમ પણ કહ્યું કે ‘મને તે સમય હજુ પણ સારી રીતે યાદ છે જ્યારે અમે સવારે લખનૌમાં વોક કરવા જતા ત્યારે અમે એકબીજાને જય સિયા રામ કહેતા હતા. જાવેદ અખ્તરે કહ્યું કે આજના સમયમાં અસહિષ્ણુતા વધી છે. જો કે, અગાઉ પણ કેટલાક લોકો એવા હતા જેમની પાસે સહનશીલતા ન હતી. પણ આ હિંદુઓમાંથી કોઈ એવું નહોતું. હિંદુઓનું હૃદય હંમેશા મોટું રહ્યું છે. હું હજી પણ ઇચ્છું છું કે તેઓ આ વસ્તુને તેમની અંદરથી મરવા ન દે.

Ranveer Singh vs Sara Arjun: રણવીરની એનર્જી સામે સારા પણ ટકી ગઈ! ‘શરારત’ ગીત પર જોરદાર પરફોર્મન્સ; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.
Dhurandhar 2 Box Office Collection: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી: ૨ દિવસમાં ૨૨૬ કરોડ પાર! ડાયરેક્ટર આદિત્ય ધરે આ ખાસ લોકોને આપ્યો જીતનો શ્રેય
Reptile OTT Review: OTT પર ધમાલ મચાવી રહી છે ૨ કલાક ૧૪ મિનિટની આ ક્રાઇમ થ્રિલર: સસ્પેન્સ જોઈને ઉડી જશે હોશ, જાણો ક્યાં જોવી?
TRP Week 10 Report:: વર્લ્ડ કપ ફાઈનલના ક્રેઝમાં ‘નાગિન 7’ ફેંકાઈ, જેઠાલલે લગાવી લાંબી છલાંગ; જાણો આ અઠવાડિયાના ટોપ 20 શોની યાદી
Exit mobile version