News Continuous Bureau | Mumbai
પીઢ પટકથા લેખક, ગીતકાર અને કવિ જાવેદ અખ્તર હાલમાં જબરદસ્ત હેડલાઇન્સમાં છે. જાવેદ અખ્તરે જે રીતે પાકિસ્તાન જઈને ત્યાંના લોકોને અરીસો બતાવ્યો, ભારતમાં તેની પ્રશંસા થઈ રહી છે. મુદ્દા ની વાત કરીએ તો બોલિવૂડની ક્વીન એટલે કે કંગના રનૌતે પણ જૂની નારાજગી ભૂલીને ગીતકારના વખાણ કર્યા હતા. હવે અભિનેત્રીની આ સ્ટાઇલ પર જાવેદ અખ્તરની પ્રતિક્રિયા સામે આવી છે.
જાવેદ અખ્તરે શું કહ્યું?
એક મીડિયા હાઉસ સાથેની વાતચીત દરમિયાન, જાવેદે પહેલા કંગના વિશે પૂછવામાં આવતા દરેક પ્રશ્નને ટાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ પછી જ્યારે ફરીથી પૂછવામાં આવ્યું ત્યારે થોડી ઉદાસીનતા દર્શાવતા તેણે કહ્યું, ‘મને કંગનાથી કોઈ ફરક નથી પડતો. મારા માટે કંગના રાનૌટ નું કોઈ મહત્વની નથી, તો તેણે જે કહ્યું તે મહત્વનું કેવી રીતે હોઈ શકે? તેમને છોડી દો, ચાલો આગળ વધીએ.
જાવેદ અખ્તર અને કંગના વચ્ચે થયું હતું શાબ્દિક યુદ્ધ
ઉલ્લેખનીય છે કે, કંગના રનૌત અને જાવેદ અખ્તર વચ્ચે અવારનવાર શબ્દોની લડાઈ થતી રહે છે. પીઢ ગીતકારે અભિનેત્રી સામે માનહાનિનો દાવો પણ કર્યો છે. તે જ સમયે, કંગના રનૌત પણ ઘણા પ્રસંગોએ તેની વિરુદ્ધ બોલતી જોવા મળી છે. જો કે, લાહોરમાં તાજેતરના એક ઉત્સવ દરમિયાન, અભિનેત્રી જાવેદ અખ્તરના વખાણ કરતી જોવા મળી હતી જે રીતે તેણે 26/11 ને લઇ ને પાકિસ્તાનને નિશાન બનાવ્યું હતું.આ મામલાને લઈને કંગના રનૌતે ગીતકારનો વીડિયો ટ્વિટર પર શેર કરી ને તેમના વખાણ કર્યા હતા. જો કે જાવેદ અખ્તરના આ નિવેદન બાદ કહી શકાય કે તેઓ હજુ પણ જૂની વાતો ભૂલી શક્યા નથી.
