News Continuous Bureau | Mumbai
Jawan: શાહરૂખ ખાન ની ફિલ્મ જવાન અત્યારે પણ થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. ફિલ્મ ની જોરદાર કમાણી બાદ તેને ઓલ ટાઈમ બ્લોકબસ્ટર જાહેર કરવામાં આવી છે. એટલી દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ ટિકિટ વિન્ડો પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. તમામ કલાકારોના દમદાર અભિનય સાથે, ફિલ્મની એક્શન સિક્વન્સ દરેક ઉંમરના લોકોને પસંદ આવી રહી છે.
શાહરુખ અને ગૌરી ખાન ના પ્રોડક્શન હાઉસે શેર કર્યો બીટીએસ વિડીયો
શાહરુખ ખાન અને ગૌરી ખાન ના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે તેની કાર ચેઝ સિક્વન્સનો પડદા પાછળનો વીડિયો શેર કર્યો છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે આ ખતરનાક સ્ટંટને આખી ટીમે સાથે મળીને અંજામ આપ્યો હતો. વિડિયોની શરૂઆતમાં એટલી, સ્પિરો અને સેટ પરના અન્ય લોકોને સ્ક્રિપ્ટ વાંચતા જોઈ શકાય છે. ક્લિપમાં,એટલી ને તેની ટીમને કહેતા સાંભળી શકાય છે, “રેમ્પ એ છેલ્લું નિશાન છે. તમે રેમ્પથી આગળ વધી શકતા નથી.”
View this post on Instagram
ફિલ્મ જવાન ની સ્ટારકાસ્ટ
એટલી દ્વારા નિર્દેશિત ફિલ્મ જવાન માં શાહરુખ ખાન અને નયનતારા ઉપરાંત વિજય સેતુપતિ, સુનીલ ગ્રોવર, રિદ્ધિ ડોગરા, સાન્યા મલ્હોત્રા, પ્રિયામણી સહિત અન્ય ઘણા કલાકારોએ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ ખાસ કેમિયો કરતી જોવા મળી રહી છે. ચાહકોને દીપિકા નો રોલ ઘણો પસંદ આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Rakhi sawant: શું પડદા પર રાખી સાવંત બનશે આલિયા ભટ્ટ કે વિદ્યા બાલન,ડ્રામા ક્વીન એ કર્યો ખુલાસો