News Continuous Bureau | Mumbai
Jawan Audio Launch:આ દિવસોમાં આપણે શાહરૂખ ખાનના જવાન વિશે ઘણી વાતો સાંભળવા મળી રહી છે. આ ફિલ્મની ઑડિયો લૉન્ચ ઇવેન્ટનું આયોજન શ્રી સાઈરામ એન્જિનિયરિંગ કૉલેજ, ચેન્નાઈમાં કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, કિંગ ખાનની સાથે, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા અને પ્રિયામણિ સહિત ફિલ્મ સાથે સંકળાયેલા અન્ય લોકોએ તેમની હાજરી સાથે આ કાર્યક્રમને શોભાવ્યો હતો. આ ઈવેન્ટમાં શાહરૂખની સાથે ડિરેક્ટર એટલી અને ફિલ્મના મ્યુઝિક કમ્પોઝર અનિરુદ્ધ રવિચંદર પણ હાજર હતા.
શાહરુખ ખાને વિજય સેતુપતિ ને ગળે મળ્યો
ઇવેન્ટ માં પહોંચ્યા પછી, શાહરૂખ તેના કો-સ્ટાર વિજય સેતુપતિ પાસે ગયો અને તેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તેમજ તેને ગળે મળ્યો. આ પછી તેણે અનિરુદ્ધને પણ ગળે લગાવ્યો. આ ઘટનાની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
#ShahRukhKhan Mass Entry 🔥🔥 at #Jawan Pre-Release Event pic.twitter.com/gu0jp2q5ng
— Nishit Shaw (@NishitShawHere) August 30, 2023
ત્યારબાદ બાદ અનિરુદ્ધ શાહરુખ ખાન ને સ્ટેજ ઉપર લઇ જાય છે જ્યાં બન્ને એક ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા
The rockstar is here with Jawan
😍😍😍🔥🔥🔥 #Jawan #ShahRukhKhan #JawanPreRelease #JawanAudioLaunch #AnirudhRavichander pic.twitter.com/Bf7tVGmcAj— jawan film (@jawanfilm) August 30, 2023
જવાન ની રિલીઝ ડેટ
‘જાવાન’ની વાત કરીએ તો તે 7 સપ્ટેમ્બરે વિશ્વભરના સિનેમાઘરોમાં હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થવા જઈ રહી છે. તેમાં શાહરૂખ ખાનની સાથે વિજય સેતુપતિ, નયનતારા, સાન્યા મલ્હોત્રા અને પ્રિયામણિ છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ કેમિયો રોલમાં જોવા મળશે. નોંધનીય છે કે આ ફિલ્મનું ટ્રેલર હજુ સુધી રિલીઝ થયું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે 1 સપ્ટેમ્બરે ચાહકો માટે રિલીઝ કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : jawan: દુબઈમાં ‘જવાન’નું ટ્રેલર લોન્ચ કરશે શાહરૂખ ખાન! કિંગ ખાન ની એક પોસ્ટ એ લોકોમાં વધાર્યો ઉત્સાહ