Site icon

Jawan: ‘જવાન’ બાદ હવે ‘જવાન 2’ માટે થઈ જાઓ તૈયાર, ફિલ્મના એક સીન દરમિયાન મળી હિન્ટ, જાણો શું હશે ફિલ્મ ની વાર્તા

Jawan: શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'એ તેની રિલીઝ સાથે જ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. તે જ સમયે, હવે તેની સિક્વલ 'જવાન 2' વિશે એક મોટું અપડેટ આવ્યું છે.

Jawan climax scene hint sequel shah rukh khan jawan 2 on the cards know about the story

Jawan: ‘જવાન’ બાદ હવે ‘જવાન 2’ માટે થઈ જાઓ તૈયાર, ફિલ્મના એક સીન દરમિયાન મળી હિન્ટ, જાણો શું હશે ફિલ્મ ની વાર્તા

News Continuous Bureau | Mumbai 

Jawan: શાહરૂખ ખાન સ્ટારર એક્શન-થ્રિલર ફિલ્મ ‘જવાન’ સિનેમાઘરોમાં આવતાની સાથે જ ધૂમ મચાવી રહી  છે. ફિલ્મ રેકોર્ડ બ્રેક કમાણી તરફ ઝડપથી આગળ વધી રહી છે. એટલી દ્વારા દિગ્દર્શિત, કિંગ ખાન સિવાય, આ ફિલ્મમાં નયનતારા, વિજય સેતુપતિ અને સાન્યા મલ્હોત્રા જેવા અન્ય કલાકારો છે. સ્ટાર્સ સ્ટડેડ ફિલ્મે ટિકિટ બારી પર બમ્પર ઓપનિંગ કર્યું છે. સાથે જ તેની કમાણીનાં પ્રારંભિક આંકડાઓ જોતાં એ પણ ખ્યાલ આવી ગયો છે કે ‘જવાન’ મેગા બ્લોકબસ્ટર સાબિત થવા જઈ રહી છે. જ્યાં ચાહકો ‘જવાન’ને લઈને ખૂબ જ ઉત્સાહિત છે, ત્યારે હવે ફિલ્મના બીજા ભાગ એટલે કે ‘જવાન 2’ને લઈને તેમની ઉત્તેજના સાતમા આસમાને લઈ જવા માટે એક મોટું અપડેટ સામે આવ્યું છે.

Join Our WhatsApp Community

 

ફિલ્મ જવાન ના સમાપન માં મળી હિન્ટ 

જેમણે શાહરૂખ ખાન અભિનીત ફિલ્મ ‘જવાન’ જોઈ છે તેઓએ પણ ફિલ્મની સંભવિત સિક્વલનો સંકેત જોયો છે. ‘જવાન’ તેના સમાપન માં ચતુરાઈ થી બીજા ભાગ નો સંકેત આપે છે, જ્યાં શાહરૂખના પાત્ર આઝાદને તેના આગામી મિશન વિશે એક પરબિડીયું મળે છે. રસપ્રદ વાત એ છે કે, તે એક વિશિષ્ટ દેખાવ દ્વારા રજૂ કરવામાં આવે છે, જે સિક્વલની અટકળોને મજબૂત બનાવે છે. ખેર, જો આ સાચું સાબિત થાય છે, તો તે જોવાનું રસપ્રદ રહેશે કે નિર્માતાઓ આ લાર્જર-થી-લાઇફ થ્રિલરનો બીજો ભાગ દર્શકો સમક્ષ કેવી રીતે રજૂ કરશે.

આ સમાચાર પણ વાંચો  : Jawan box office collection: શાહરુખ ખાન ની ‘જવાન’ એ રચ્યો ઇતિહાસ,કમાણીના મામલે તોડ્યો પઠાણ નો રેકોર્ડ, જાણો કેટલું થયું કલેક્શન

જવાન 2 ની વાર્તા 

જ્યાં ‘જવાન’એ બોક્સ ઓફિસ પર ખળભળાટ મચાવ્યો છે, અને દર્શકોને પોતાની સીટ પરથી ઉભા થઇ ને સીટી મારવા થવા મજબૂર થયા છે. તે જ સમયે, ‘જવાન 2’ ની માત્ર અફવા એ ચાહકોનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચાડ્યો છે.  ‘જવાન’ને વિવેચકો તેમજ સિનેમા પ્રેમીઓ તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. ‘જવાન 2’ ની વાર્તાને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે વિદેશી દળો સાથે લડાઈ થશે. ‘જવાન 2’માં શાહરૂખ ખાનનું પાત્ર આઝાદ સ્વિસ બેંકમાં જમા કાળું નાણું ભારતમાં લાવવાનો પ્રયાસ કરશે. આ મિશનને પૂર્ણ કરવામાં સંજય દત્ત પણ તેની મદદ કરતો જોવા મળશે.

Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!
Exit mobile version