News Continuous Bureau | Mumbai
Jawan oscar: શાહરૂખ ખાનની ફિલ્મ જવાને બોક્સ ઓફિસ પર કમાણી ના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. મલ્ટીસ્ટારર ફિલ્મની ખૂબ જ ચર્ચા છે. જવાન ને દક્ષિણના દિગ્દર્શક એટલી દ્વારા બનાવવામાં આવી છે, જેના ખાતા માં માત્ર બ્લોકબસ્ટર ફિલ્મો છે. જવાન સાથે એટલી એ બોલિવૂડમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે. મીડિયા ને આપેલા એક ઈન્ટરવ્યુમાં એટલી એ જવાન સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો શેર કરી છે. તેણે કહ્યું કે તે લગભગ પાંચ વર્ષ પહેલા શાહરૂખ ખાનને મળ્યો હતો. વર્ષ 2020માં તેણે કિંગ ખાનને જવાનની સ્ક્રિપ્ટ સંભળાવી. તેણે ઝૂમ કોલ પર શાહરૂખ ખાનને ફિલ્મની વાર્તા સંભળાવી. જવાનની સફળતા જોઈને એટલી એ તેને 2023માં ઓસ્કાર એવોર્ડ માટે મોકલવાની વાત પણ કરી છે.
જવાન ને ઓસ્કર માં મોકલવા ની એટલી ની છે ઈચ્છા
‘જવાન’ના શાનદાર કલેક્શનને ધ્યાનમાં રાખીને, આ ફિલ્મ ભારતમાં આગામી એવોર્ડ સીઝન દરમિયાન ટોચના દાવેદારોમાંની એક બની શકે છે. વૈશ્વિક સ્તરે ફિલ્મની ભારે સફળતાને જોતાં, દિગ્દર્શકને એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ ઇચ્છે છે કે શાહરૂખ ખાનની ફિલ્મ એકેડેમી એવોર્ડ (ઓસ્કાર)ની દોડમાં હોય. આના જવાબમાં એટલી એ કહ્યું, ‘અલબત્ત, જવાન એ પણ જવું જોઈએ, જો બધું બરાબર ચાલે. મને લાગે છે કે દરેક પ્રયાસ, દરેક જણ , દરેક દિગ્દર્શક, દરેક ટેકનિશિયન જે સિનેમામાં કામ કરી રહ્યા છે, તેમની નજર ગોલ્ડન ગ્લોબ્સ, ઓસ્કર, નેશનલ એવોર્ડ્સ, દરેક એવોર્ડ પર છે.’ એટલીએ આગળ કહ્યું, ‘તો ચોક્કસ હા, હું પણ આ જવાન ને ઓસ્કારમાં લઈ જવા ઈચ્છું છું. ચાલો જોઈએ. મને લાગે છે કે શાહરૂખ ખાન સર આ ઈન્ટરવ્યુ જોશે અને વાંચશે. હું તેને ફોન કરીને પૂછીશ કે સર, શું આપણે આ ફિલ્મને ઓસ્કરમાં લઈ જઈએ?’
આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: ‘જવાન’ની સફળતા બાદ ઝૂમી ઉઠ્યો શાહરૂખ ખાન, મન્નતની બાલ્કની માં આવી કિંગ ખાને આ રીતે માન્યો ચાહકો નો આભાર
જવાન ની સિક્વલ પર એટલી એ કરી વાત
એટલી એ એ પણ જણાવ્યું કે ફિલ્મ મલ્ટી-સ્ટારર હોવાને કારણે, મોટાભાગના ચાહકો વિજય સેતુપતિ, નયનતારા સહિત ઘણા કલાકારોનો સ્ક્રીન સમય વધારવાની માંગ કરી રહ્યા હતા. તે જ સમયે, તેણે ‘જવાન’ની સિક્વલનો પણ ખુલાસો કર્યો અને કહ્યું કે તે ચાહકોની માંગ પછી ‘જવાન 2’ બનાવવાનું વિચારશે.