News Continuous Bureau | Mumbai
Jawan: તાજેતરમાં જ શાહરૂખ ખાન, વિજય સેતુપતિ અને નયનતારાની ફિલ્મ જવાનનું ટ્રેલર રિલીઝ થયું હતું, જેની દર્શકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ટ્રેલર રિલીઝ થતાની સાથે જ તે વાઈરલ થવા લાગ્યું અને દર્શકોને તે ઘણું પસંદ આવ્યું. ટ્રેલર રિલીઝ થયા બાદ ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. જવાનને લઈને ચાહકોમાં ભારે ઉત્તેજના છે અને એડવાન્સ બુકિંગમાં પણ આ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જવાનની ટિકિટ ઝડપથી બુક થઈ રહી છે.
જવાન નું એડવાન્સ બુકીંગ
જવાન ફિલ્મની ટિકિટ ઝડપથી બુક થઈ રહી છે. એક વેબસાઈટ ના રિપોર્ટ અનુસાર, ફિલ્મની અત્યાર સુધી 1 લાખ 18 હજાર 280 ટિકિટ વેચાઈ છે, જેમાંથી લગભગ 6200 ટિકિટ IMAXની છે. રિપોર્ટમાં સ્પષ્ટ છે કે આ ડેટા બપોરે 2 વાગ્યા સુધીનો છે અને તેમાં બ્લોક સીટોનો સમાવેશ થતો નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેનાથી લગભગ 4.26 કરોડ રૂપિયાની કમાણી થશે.
Aapki aur meri bekraari khatam huyi!
Advance Bookings for Jawan are now live.
So Book your tickets now! https://t.co/B5xelUahHO#Jawan releasing worldwide on 7th September 2023, in Hindi, Tamil & Telugu. pic.twitter.com/BLqKfzrsnD— Red Chillies Entertainment (@RedChilliesEnt) September 1, 2023
મુંબઈ અને દિલ્હી માં જવાન ની ટિકિટ ના ભાવ
મુંબઈમાં ફિલ્મ ‘જવાન’નું એડવાન્સ બુકિંગ 30 ઓગસ્ટથી જ શરૂ થઈ ગયું છે જ્યારે દિલ્હીમાં 1 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયું છે. આ ફિલ્મ 2D QJ અને IMAX ફોર્મેટમાં આવી રહી છે. IMAX, ડિરેક્ટર્સ કટ જેવી લક્ઝરી ક્લાસ થિયેટર સ્ક્રીન વિશે વાત કરીએ તો, આ ટિકિટો ઘણી મોંઘી લાગે છે. આવા થિયેટરોમાં ‘જવાન’ની ટિકિટ મુંબઈમાં 2300 રૂપિયા અને દિલ્હીમાં 2400 રૂપિયામાં ઉપલબ્ધ છે. લાગે છે કે ટિકિટના વધેલા ભાવની શાહરૂખ ખાનના ચાહકો પર કોઈ અસર નથી થઈ રહી. મુંબઈમાં મોડી રાતના શોની ટિકિટની કિંમત 2300 છે અને કહેવાય છે કે અડધી ટિકિટો વેચાઈ ચૂકી છે.
આ સમાચાર પણ વાંચો : Jawan trailer: શાહરૂખ ખાનના બેમિસાલ અવતારે મચાવી ધૂમ, નયનતારા ના એક્શન કરી દેશે આશ્ચર્યચકિત, જુઓ જવાન નું ધમાકેદાર ટ્રેલર