News Continuous Bureau | Mumbai
Jawan OTT release: ફિલ્મ ‘જવાન’એ 7 સપ્ટેમ્બરે સિનેમા ઘરોમાં ધૂમ મચાવી દીધી છે. તેમાં શાહરૂખની સાથે સાઉથ સુપરસ્ટાર નયનતારા, વિજય સેતુપતિ, દીપિકા પાદુકોણ, સાન્યા મલ્હોત્રા અને અન્ય મુખ્ય ભૂમિકામાં છે. સાઉથના પ્રખ્યાત નિર્દેશક એટલી ના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે રિલીઝ પહેલા જ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ફિલ્મે પહેલા જ દિવસે કમાણીનો રેકોર્ડ બનાવ્યો છે. કારણ કે ‘જવાન’ના એડવાન્સ બુકિંગે ‘ગદર 2’નો રેકોર્ડ તોડી નાખ્યો હતો. હવે ફિલ્મની OTT રિલીઝને લઈને એક મોટું અપડેટ પણ સામે આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Jawan review: રિલીઝ પહેલા જ કિંગ ખાન ની ફિલ્મ ‘જવાન’ મળ્યો ફેક રિવ્યુ, શાહરુખ ખાન ના વોરિયરે ચાહકો ને કરી આ વિનંતી
જવાન ની ઓટીટી રિલીઝ
ફિલ્મ ‘જવાન’ રીલીઝ થતાની સાથે જ દરેકના મનમાં એક સવાલ ફરી રહ્યો છે કે આ સુપરહિટ ફિલ્મ કયા OTT પ્લેટફોર્મ પર અને ક્યારે રીલીઝ થશે. તો તમને જણાવી દઈએ કે સમાચાર એ છે કે આ ફિલ્મ એક નહીં પરંતુ ઘણા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. મીડિયા માં પ્રકાશિત સમાચાર અનુસાર, ગૌરી ખાનના પ્રોડક્શન રેડ ચિલીઝના તમામ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ સાથે સારા વ્યાવસાયિક સંબંધો છે. આવી સ્થિતિમાં, આ ફિલ્મ Amazon Prime, Netflix, Disney Plus Hotstar, Zee5, Voot અને Sony Liv જેવા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ શકે છે. શાહરૂખ ખાનની છેલ્લી સુપરહિટ ‘પઠાણ’ થિયેટરોમાં હિટ થયાના 56 દિવસ પછી OTT પર સ્ટ્રીમ થઈ હતી. તેથી શક્ય છે કે આ ફિલ્મ દિવાળી 2023 ની આસપાસ OTT પર દસ્તક આપી શકે.