Jawan: 57 વર્ષ ના શાહરુખ ખાન ની મમ્મી છે 38 વર્ષ ની ‘જવાન’!અભિનેત્રી નો ગ્રે હેર લુક જોઈ ચાહકો ને યાદ આવી લાલ સિંહ ચઢ્ઢા ની મોના સિંહ

Jawan: જવાનમાં શાહરૂખ ખાનનો એક સીન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેની સાથે એક વૃદ્ધ મહિલા જોવા મળી રહી છે. આ દ્રશ્યે ઇન્ટરનેટ પર હલચલ મચાવી દીધી છે.

Jawan: 57 વર્ષ ના શાહરુખ ખાન ની મમ્મી છે 38 વર્ષ ની ‘જવાન’!અભિનેત્રી નો ગ્રે હેર લુક જોઈ ચાહકો ને યાદ આવી લાલ સિંહ ચઢ્ઢા ની મોના સિંહ

News Continuous Bureau | Mumbai

Jawan: શાહરૂખ ખાન, નયનતારા અને વિજય સેતુપતિ સ્ટારર ફિલ્મ ‘જવાન’ આ દિવસોમાં ચર્ચામાં છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલરમાં ફિલ્મના હીરો, વિલન અને અનેક સહાયક પાત્રો વચ્ચે એક અભિનેત્રીનો એવો લુક જોવા મળ્યો કે ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા. શાહરૂખ ખાન કરતા 19 વર્ષ નાની આ અભિનેત્રી વૃદ્ધ મહિલા ના રોલમાં જોવા મળી રહી છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ફિલ્મમાં 38 વર્ષની ઉંમરમાં આ એક્ટ્રેસ 57 વર્ષના શાહરૂખની માતા બની છે.

Join Our WhatsApp Community

 

 ફિલ્મ જવાન માં રિદ્ધિ ડોગરા બની શાહરુખ ખાન ની માતા 

વાસ્તવમાં, શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ના ટ્રેલરમાં થોડીક સેકન્ડનું એક દ્રશ્ય બતાવવામાં આવ્યું છે, જેમાં શાહરૂખ સફેદ શર્ટ અને કાળું પેન્ટ પહેરીને ખૂબ જ યુવાન દેખાઈ રહ્યો છે અને તેની બાજુમાં બેઠેલી એક વૃદ્ધ મહિલા કંઈક કહી રહી છે. રસપ્રદ વાત એ છે કે આ વૃદ્ધ મહિલા માત્ર 38 વર્ષની પ્રખ્યાત ટીવી અભિનેત્રી છે. એક ન્યૂઝ વેબસાઈટ ના એક રિપોર્ટ અનુસાર, 38 વર્ષની ઉંમરે આ ટીવી બ્યુટી ફિલ્મ ‘જવાન’માં શાહરૂખ ખાનની માતાની ભૂમિકા ભજવશે. જો તમે ઓળખી શક્યા ન હોવ તો તમને જણાવી દઈએ કે તે બીજું કોઈ નહીં પરંતુ અભિનેત્રી રિદ્ધિ ડોગરા છે. જે ‘જવાન’ના ટ્રેલરમાં સાવ અલગ દેખાઈ રહી છે.શાહરૂખથી 19 વર્ષ નાની રિદ્ધિ ડોગરાને ‘જવાન’માં તેની માતાની ભૂમિકા નિભાવતી જોઈને દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ઘણા લોકો આ દ્રશ્ય પચાવી શકતા નથી. રિદ્ધિના કેટલાક ફેન્સ પણ તેના નિર્ણય થી દુખી છે. જોકે આ મામલે અભિનેત્રી તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. બીજી તરફ, ‘જવાન’માં રિદ્ધિ ખરેખર શાહરૂખની માતા બની છે કે નહીં તે તો ફિલ્મ રિલીઝ થયા પછી જ ખબર પડશે.

Jawan:  ridhi dogra play shah rukh  khan mother in film jawan

Jawan: ridhi dogra play shah rukh khan mother in film jawan

ટીવી સ્ટાર છે રિદ્ધિ ડોગરા

રિદ્ધિ ડોગરા નાના પડદાની જાણીતી અભિનેત્રી છે. તેણે ‘યે હૈ આશિકી’, ‘દિયા ઔર બાતી હમ’ અને ‘કુમકુમ ભાગ્ય’ જેવા ટીવી શોમાં કામ કર્યું છે. આ સિવાય તે ‘અસુર’, ‘ધ મેરિડ વુમન’ અને ‘પિચર્સ’ જેવી વેબ સિરીઝમાં પણ જોવા મળી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘જવાન’ બાદ તે ‘ટાઈગર 3’માં પણ કામ કરતી જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : Jawan trailer: બુર્જ ખલીફા પર ચમક્યો શાહરુખ ખાન, ‘જવાન’ના ટ્રેલરે મચાવી ધૂમ, જુઓ વિડીયો

Hrithik Roshan birthday special: પહેલી કમાણી માત્ર 100, આજે વર્ષે કમાય છે કરોડો! જાણો કેવી રીતે ઋતિક રોશને ઉભું કર્યું 3100 કરોડનું સામ્રાજ્ય
The Raja Saab: ‘ધ રાજા સાબ’ ના રિલીઝ દિવસે થિયેટરમાં જોવા મળ્યો અજીબ નજારો, પ્રભાસના ફેન્સ મગર લઈને પહોંચ્યા!જાણો વાયરલ વિડીયો ની હકીકત
The Raja Saab Movie Review: પ્રભાસનો સ્ટાઈલિશ લુક પણ નબળી વાર્તાને બચાવી શક્યો નહીં, દર્શકોની ધીરજની આકરી કસોટી કરતી ફિલ્મ
The Raja Saab Cast Fees: પ્રભાસનો મોટો ધડાકો! ‘રાજા સાબ’ માટે વસૂલી એટલી ફી કે બોલિવૂડના ખાન પણ રહી ગયા પાછળ, આંકડો જાણીને ચોંકી જશો
Exit mobile version