News Continuous Bureau | Mumbai
Jawan : બોલિવૂડનો બાદશાહ એટલે કે શાહરૂખ ખાન આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘જવાન‘ને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ ‘જવાન’નો પ્રીવ્યૂ રિલીઝ થયો હતો, જેને ચાહકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. એટલી કુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે અભિનેત્રી નયનતારા, વિજય સેતુપતિ અને સાન્યા મલ્હોત્રા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તો ફિલ્મમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ અને થાલાપતિ વિજય કેમિયો રોલમાં હશે. હવે તાજેતરમાં જ ‘જવાન’નું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેને કિંગ ખાને પોતે રિલીઝ કર્યું છે. આ પોસ્ટરમાં અભિનેત્રી નયનતારા એક્શન અવતારમાં જોવા મળી રહી છે.
શાહરુખ ખાને રિલીઝ કર્યો નયનતારા નો લુક
શાહરૂખ ખાને ફિલ્મ ‘જવાન‘માંથી નયનતારાના લુકને જાહેર કરતા લખ્યું કે, “તે તોફાન પહેલાની ગર્જના છે. #Nayanthara” છે. લોકો નયનતારાના આ ફુલ ઓન એક્શન અવતારને પસંદ કરી રહ્યા છે. ‘જવાન’ના આ નવા પોસ્ટર પર લોકો ઉગ્ર કમેન્ટ કરી રહ્યા છે. શાહરૂખ ખાનની પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, “જવાન માટે તમને બધા ને શુભકામનાઓ, અમે અહીં જવાનની રિલીઝના પહેલા દિવસે અમદાવાદમાં એક ઈવેન્ટનું આયોજન કરી રહ્યા છીએ.” તો ત્યાં અન્ય એક યુઝરે લખ્યું, “એક વખત એક લિજેન્ડે કહ્યું કે હું પોતે બોલિવૂડ છું.” તો જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, “જવાનના પહેલા દિવસે પહેલો શો જોઈશું.”
View this post on Instagram
આ સમાચાર પણ વાંચો: Maharashtra Assembly Monsoon Session 2023: રાજ્યમાં ‘કેસિનો’ માટે નો એન્ટ્રી… રાજ્ય સરકાર લાવશે નવુ બિલ..
શાહરુખ ખાન ની ફિલ્મ જવાન ની રિલીઝ ડેટ
જણાવી દઈએ કે એટલી કુમાર દ્વારા નિર્દેશિત શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન‘ 7 સપ્ટેમ્બરે બોક્સ ઓફિસ પર રિલીઝ થશે. આ ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુ ભાષાઓમાં પણ રિલીઝ થશે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન ઘણા અલગ અંદાજમાં જોવા મળશે. તો ફિલ્મમાં નયનતારા, રિદ્ધિ ડોગરા, સાન્યા મલ્હોત્રા અને દીપિકા પાદુકોણનો એક્શન અવતાર જોવા મળશે. આ ફિલ્મને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.