News Continuous Bureau | Mumbai
Jawan: શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. લોકો આ માસ એક્શન થ્રિલરમાં શાહરૂખ ખાનને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મે છેલ્લા 3 દિવસમાં એટલી કમાણી કરી છે કે તે હિન્દી સિનેમાની સૌથી મોટી બોક્સ ઓફિસ સફળતા તરીકે ઉભરી છે. આ ફિલ્મ ઘ્વારા પ્રખ્યાત તમિલ ફિલ્મ નિર્માતા એટલી એ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ ફિલ્મ તેના હાઈ-વોલ્ટેજ સ્ટંટ સિક્વન્સથી દર્શકોના દિલ જીતી રહી છે. હવે ફિલ્મનો એક BTS વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
જવાન નો BTS વીડિયો થયો વાયરલ
‘ધ ગ્રે મેન’ અને ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ’ ફ્રેન્ચાઇઝીમાં તેમના કામ માટે જાણીતા,પ્રખ્યાત એક્શન કોરિયોગ્રાફર ફ્રેડી ફિશરે ‘જવાન’ના સ્ટંટ સિક્વન્સ ડિઝાઇન કર્યા છે. તાજેતરમાં, તેણે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મના સેટ પરથી એક BTS વિડિયો શેર કર્યો હતો, જેને તેણે પાછળથી દૂર કર્યો હતો. પરંતુ આ વીડિયો શાહરૂખના ફેન્સ પેજ પર વાયરલ થયો છે.હોલિવૂડના સ્ટંટ કોરિયોગ્રાફર ફ્રેડી ફિશરે આ ક્લિપ દ્વારા સાબિત કરી દીધું છે કે શાહરૂખની આખી ટીમે આ ફિલ્મ બનાવવામાં ઘણી મહેનત કરી છે. આ વીડિયોમાં શાહરૂખ અને તેના સહ-અભિનેતાઓની બહુચર્ચિત એક્શન સેટપીસ બનાવવામાં સખત મહેનત અને પ્રયત્નો દર્શાવવામાં આવ્યા છે.
BTS of #Jawan… Action Sequences
Pure dedication & Hardworking ❤️
The Results infront of us…. Another 100cr In Day 2🤘 Loading….SRK GOD OF BOX OFFICE 🙏#Jawan #ShahRukhKhan𓃵#Atlee #JawanBTS #JawanBoxOfficecollection #JawanBlockBuster pic.twitter.com/yn6cLsW0Ir
— Always SRKing🦁 (@iSrkzPrabhu) September 9, 2023
ફિલ્મ જવાન ની વાર્તા
આ એક્શન ફિલ્મમાં શાહરૂખ ખાન બેવડા રોલમાં છે, જેમાં વિક્રમ રાઠોડ અને તેના પુત્ર આઝાદ રાઠોડ નામના ભારતીય આર્મી કમાન્ડોની ભૂમિકા છે. દક્ષિણ સિનેમાની મહિલા સુપરસ્ટાર નયનતારાએ ‘જવાન’ દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો છે, જેમાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા વિજય સેતુપતિ મુખ્ય વિલન ની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણે ખાસ ભૂમિકા ભજવી હતી. અનિરુદ્ધ રવિચંદરે મૂળ સ્કોર કમ્પોઝ કર્યો હતો. ‘જવાન’નું નિર્માણ શાહરુખ ખાનના હોમ બેનર રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Jawan: ‘જવાન’ બાદ હવે ‘જવાન 2’ માટે થઈ જાઓ તૈયાર, ફિલ્મના એક સીન દરમિયાન મળી હિન્ટ, જાણો શું હશે ફિલ્મ ની વાર્તા