News Continuous Bureau | Mumbai
Jawan: બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન અને નયનતારા સ્ટારર ફિલ્મ ‘જવાન’ 7 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થઈ હતી. ફિલ્મને શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. ફિલ્મ જોવા માટે લોકોની ભીડ જામી છે. આ ફિલ્મ એક પછી એક નવા રેકોર્ડ બનાવી રહી છે. આ દરમિયાન એક સમાચાર સામે આવ્યા છે જે ચોક્કસપણે લોકોને આશ્ચર્યચકિત કરશે. ‘જવાન’ જોવા આવેલા શાહરૂખ ખાનના ચાહકો રોષે ભરાયા છે અને ફિલ્મ જોવા આવેલા દર્શકો પૈસા પાછા માંગી રહ્યા છે.
થિયેટર ના માલિકે ચલાવ્યો જવાન નો બીજો પાર્ટ
એક તરફ લોકો ‘જવાન’ જોવા માટે ટિકિટ ખરીદવા માટે લાંબી લાઈનોમાં ઉભા છે. બીજી તરફ, એક ઘટના બની છે જ્યાં ચાહકો ‘જવાન’ની ટિકિટના રિફંડની માંગ કરી રહ્યા છે. એક ઇન્સ્ટાગ્રામ યુઝરે સિનેમા હોલમાં ‘જવાન’ જોવાનો પોતાનો અનુભવ શેર કર્યો. તેણે કહ્યું કે ઘણા સમય પછી તે તેના ફેવરિટ શાહરૂખ ખાનની ફિલ્મ જોવા આવી છે. તે વીડિયોમાં આગળ જણાવે છે કે જ્યારે તે ‘જવાન’ જોવા પહોંચી તો ફિલ્મ શરૂઆતથી શરૂ થઈ ન હતી પરંતુ ઈન્ટરવલ પછી શરૂ થઈ હતી. એક કલાક સુધી આ રીતે ફિલ્મ ચાલતી રહી અને ફિલ્મ ફરી ઈન્ટરવલ પર આવી ગઈ.ઈન્સ્ટા યુઝરે કહ્યું કે ફિલ્મનો ક્લાઈમેક્સ પહેલાથી જ બતાવવામાં આવ્યો હતો અને પહેલા હાફમાં વિલન નું મૃત્યુ થઈ ગયું હતું. પાછળથી ખબર પડી કે થિયેટર વાળાએ ભૂલથી જ બીજો ભાગ બતાવી દીધો હતો. આ પછી થિયેટર લોકો એ બીજો ભાગ બતાવ્યો નહીં. આવી સ્થિતિમાં, દર્શકોની ભીડ થિયેટર પાસે એકઠી થઈ ગઈ અને ફિલ્મની ટિકિટ ના રિફંડ ની માંગ કરવા લાગી. આ ઘટના બાદ થિયેટર માલિકે તેની ટિકિટ રિફંડ કરી અને તેને ‘જવાન’ની કોમ્પ્લિમેન્ટરી ટિકિટ પણ આપી. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
જવાન ની સ્ટારકાસ્ટ
શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘જવાન’એ રિલીઝ થતાની સાથે જ ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મમાં શાહરૂખ ઉપરાંત સાઉથની અભિનેત્રી નયનતારા જોવા મળી રહી છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ નો પણ એક કેમિયો છે. આ સિવાય વિજય સેતુપતિ નેગેટિવ રોલમાં જોવા મળશે. સુનીલ ગ્રોવર અને એજાઝ ખાન જેવા કલાકારો પણ આ ફિલ્મનો એક ભાગ છે. ફિલ્મના ડાયલોગ લોકોના દિલ જીતી રહ્યા છે. લોકો શાહરૂખ ખાન અને નયનતારા ની કેમેસ્ટ્રી ને ખૂબ પસંદ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Jawan box office collection: શાહરુખ ખાન ની ફિલ્મ ‘જવાન’ની કમાણીમાં થયો ભારે ઘટાડો, ‘ગદર 2’ની સરખામણીમાં ઘણું ઓછું હતું કલેક્શન, આંકડા જાણીને તમે ચોંકી જશો