ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
17 સપ્ટેમ્બર 2020
આજકાલ જયા બચ્ચન મુંબઈ અને મહારાષ્ટ્ર પર થઈ રહેલા આરોપોથી ઘણા દુઃખી છે. આટલું જ નહીં તેઓ રાજ્યસભામાં ઉદ્ધવ સરકારની વહારે દોડી આવ્યા છે. સમાજવાદી પાર્ટી તરફથી રાજ્યસભામાં પહોંચેલા જયા બચ્ચન હાલ શિવસેનાના સાંસદ લાગે છે. રાજ્યસભામાં કોરોના સંદર્ભે મહારાષ્ટ્ર સરકારની ઉગ્ર ટીકા કરવામાં આવી હતી. આ સમયે જયા બચ્ચન ગુસ્સામાં લાલ ઘૂમ થઈ ગયા હતા. તેઓ રાજ્યસભાની બહાર નીકળી ગયા.થોડીવાર પછી પરત આવ્યા અને સત્તાધારી ભાજપ સરકારના મંત્રીને જવાબ આપતા જણાવ્યું કે તેમના પરિવારના સભ્યો ને કોરોના થયો હતો અને તે સમયે મહારાષ્ટ્ર સરકારે ખુબ સાર સંભાળ લીધી હતી.
ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ જયા બચ્ચન બોલિવૂડના ડ્રગ્સ કનેક્શન સંદર્ભે ગુસ્સે થઈ ગયા હતા.