Site icon

જયા બચ્ચને આ સુપરસ્ટાર સાથે ક્યારેક પત્ની તો ક્યારેક દીકરીનો કર્યો છે રોલ- જાણો તે અભિનેતા અને તે ફિલ્મો વિશે

News Continuous Bureau | Mumbai

દિવંગત અભિનેતા સંજીવ કુમાર અને અભિનેત્રી જયા બચ્ચન 70 અને 80ના દાયકાના જાણીતા કલાકારોમાં સામેલ છે. તે દિવસોમાં બંને કલાકારોની ફિલ્મનો ક્રેઝ ખૂબ જ હતો. બંનેના સંબંધો પણ સ્ક્રીનની (off screen)બહાર ઘણા સારા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સંજીવ કુમાર જયા બચ્ચનને પોતાની બહેન (sister)માનતા હતા. સંજીવ કુમાર અને જયા બચ્ચને ઘણી ફિલ્મો સાથે કરી છે. કેટલીક ફિલ્મમાં જયા બચ્ચન તેમની પત્નીના રોલમાં જોવા મળ્યા હતા તો કેટલીક ફિલ્મમાં પુત્રવધૂ. ભાગ્યે જ કોઈ એવો સંબંધ બચ્યો હશે જેના માટે બંનેએ સાથે કામ કર્યું ન હોય. આજે અમે તમને સંજીવ કુમાર(Sanjeev Kumar) અને જયા બચ્ચન(Jaya Bachchan)ની તે ફિલ્મો વિશે જણાવીશું, જેમાં બંનેએ દરેક સંબંધોમાં સ્ક્રીન પર એટલી સારી કેમેસ્ટ્રી ભજવી હતી કે લોકો પણ દંગ રહી ગયા હતા.

Join Our WhatsApp Community

નયા દિન નઈ રાત 

આ ફિલ્મ વર્ષ 1974માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સંજીવ કુમાર અને જયા બચ્ચને પ્રેમાળ કપલની(lovely couple) ભૂમિકા ભજવી હતી. ફિલ્મની વાર્તા ઘણી રસપ્રદ હતી  પરંતુ સૌથી મજેદાર ફિલ્મમાં સંજીવ કુમારનું પાત્ર હતું. આ ફિલ્મમાં સંજીવ કુમાર 8 અલગ-અલગ રૂપમાં જોવા મળ્યા  હતા.

અનામિકા 

1973માં આવેલી ફિલ્મ ‘અનામિકા’માં સંજીવ કુમાર અને જયા બચ્ચન વચ્ચે પ્રેમી-ગર્લફ્રેન્ડ(girlfriend)નો સંબંધ હતો. રઘુનાથ ઝાલાની દ્વારા નિર્દેશિત આ એક રોમેન્ટિક થ્રિલર ફિલ્મ હતી. તમે બધાએ આ ફિલ્મના ગીતો સાંભળ્યા જ હશે જેમ કે- ‘બાહો મેં ચલે આઓ’, ‘મેરી ભીગી ભીગી સી’. આ ફિલ્મ માં રાજેશ બહેલ, એ.કે. હંગલ, બેબી પિંકી, નરેન્દ્ર નાથ પણ જોવા મળ્યા હતા.

કોશિશ 

વર્ષ 1972માં રિલીઝ થયેલી ફિલ્મ કોશિશ નું નિર્દેશન ગુલઝાર સાહબ દ્વારા કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં સંજીવ કુમાર અને જયા બચ્ચને મૂક-બધિર પતિ-પત્નીની(husband wife) ભૂમિકા ભજવી હતી.

પરિચય

1972માં સંજીવ કુમાર અને જયા બચ્ચનની બીજી ફિલ્મ રિલીઝ થઈ, જેનું નામ હતું ‘પરિચય’. આ ફિલ્મમાં સંજીવ કુમારનું પાત્ર ખૂબ નાનું પણ પ્રભાવશાળી હતું. આ ફિલ્મમાં જયા અને સંજીવ કુમાર વચ્ચે પિતા-પુત્રીનો(father daughter) સંબંધ હતો. આ ફિલ્મમાં જિતેન્દ્ર અને પ્રાણ પણ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ ગુલઝાર સાહેબે ડિરેક્ટ કરી હતી.

શોલે 

1975ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘શોલે’ ફિલ્મમાં સંજીવ કુમાર, જયા બચ્ચન, અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, હેમા માલિની, અમજદ ખાન મુખ્ય પાત્રો હતા. ફિલ્મમાં સંજીવ કુમાર અને જયાના સંબંધો સસરા અને પુત્રવધૂના(daughter in law) હતા. ફિલ્મમાં તમામ કલાકારોની એક્ટિંગ, ફિલ્મના ગીતોએ તેને સુપર હોટ બનાવી હતી.

સિલસિલા 

1981ની આ ફિલ્મ યશ ચોપરાએ ડિરેક્ટ કરી હતી. ફિલ્મમાં સંજીવ કુમાર ઉપરાંત જયા બચ્ચન, અમિતાભ બચ્ચન અને રેખા પણ આ ફિલ્મનો ભાગ હતા. જયા બચ્ચનના લગ્ન અમિતાભ બચ્ચન સાથે થયા હતા અને રેખા સંજીવ કુમારની પત્ની હતી. જો કે આ ફિલ્મમાં સંજીવ કુમાર ડોક્ટર(doctor) હતા અને જયા બચ્ચનની સારવાર કરતા હતા. જયા બચ્ચનના ડૉક્ટર હોવા ઉપરાંત તેઓ મિત્ર (friend)પણ હતા. આ ચારેયની એક સાથે છેલ્લી ફિલ્મ હતી.

આ સમાચાર પણ વાંચો : માત્ર અમિતાભ બચ્ચન જ નહીં-આ સ્ટાર્સ પણ હતા સુપરસ્ટાર રેખાના દિવાના-13 વર્ષ નાના એક્ટર સાથે પણ જોડાયું હતું નામ-જાણો તે અભિનેતા વિશે 

Kartik Aaryan Birthday Special: એક સમયે ઓડિશન માટે ભટકતો કાર્તિક આર્યન આજે છે કરોડો ની સંપત્તિ નો મલિક, જાણો અભિનેતા ને નેટવર્થ અને તેના સંઘર્ષ ની યાત્રા વિશે
The Family Man 3: ધ ફેમિલી મેન 3 માં ખાલી મનોજ બાજપેયી એ જ નહીં સિરીઝ ની આ સ્ટાર કાસ્ટ એ પણ કર્યું છે અદભુત કામ
Siddhant Kapoor: ઓરી પછી હવે શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂર ને મુંબઈ પોલીસ એ પાઠવ્યું સમન, 252 કરોડના ડ્રગ્સ કેસમાં થશે પૂછપરછ
Abhinav Shukla: અભિનવ શુક્લા બન્યો આઈડેન્ટિટી થેફ્ટ સ્કેમનો શિકાર, તેની આઈડી પર એક કે બે નહીં પરંતુ આટલા લોકો એ લીધી લોન
Exit mobile version