News Continuous Bureau | Mumbai
Jaya Bachchan: જયા બચ્ચન કોઈ ના કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. જયા બચ્ચન છેલ્લા ઘણા દિવસો થી તેના નામ ને લઈને ચર્ચામાં છે આ વાત ત્યારે શરૂ થઇ જયારે રાજ્યસભામાં તેનું નામ શ્રીમતી જ્યા અમિતાભ બચ્ચન સંબોધવામાં આવ્યું હતું અભિનેત્રી એ વાંધો ઉઠાવ્યો હતો. હવે ફરી એકવાર રાજ્યસભામાં અભિનેત્રીએ તેના નામને લઈને હંગામો કર્યો છે.
આ સમાચાર પણ વાંચો: Ranvir shorey: બિગ બોસ ઓટીટી 3 ની ટ્રોફી હારતા રણવીર શોરી ને થઇ સના મકબુલ થી જલન, શો ની વિનર ને લઈને કહી આવી વાત
જયા બચ્ચને રાજ્યસભા માં કર્યો હંગામો
સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, રાજ્યસભામાં જ્યારે અધ્યક્ષે ફરીથી જયા બચ્ચન નું આખું નામ કહ્યું, ત્યારે જયા બચ્ચન ને તે પસંદ ના આવ્યું અને કહ્યું, ‘સાહેબ, તમે અમિતાભ નો અર્થ જાણો છો? મને મારા પતિ અને તે જે વ્યવસાયમાંથી આવે છે તેના પર ગર્વ છે. મને મારા નામ પર ખૂબ ગર્વ છે. મને મારા પતિના નામ અને તેમની સિદ્ધિઓ પર પણ ગર્વ છે. અમિતાભ એટલે આભા, જેને ભૂંસી ન શકાય. તમે લોકોએ આ ડ્રામા શરૂ કર્યોછે, પહેલા એવું નહોતું.’
What’s wrong with Jaya Bachchan?
On one hand, she says she is very proud of her husband; on the other hand, she has a problem with the Speaker calling her by her full name—the name she provided herself. Glad that Jagdeep Dhankhar ji taught her a lesson. pic.twitter.com/SCwRSAvH4N
— BALA (@erbmjha) August 5, 2024
જયા બચ્ચન નો આ જવાબ સાંભળી જગદીપ ધનકર એ કહ્યું, ‘મારો ઈરાદો ખોટો નહોતો. આખો દેશ અમિતાભ બચ્ચનનું સન્માન કરે છે. આ સાથે જ તેમને જયા બચ્ચન ને સલાહ આપતા જણાવ્યું કે,’જો કોઈ તેના નામમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવા માંગે છે, તો તેના માટે પણ એક પ્રક્રિયા છે. મેં પોતે 1989 માં તે પ્રક્રિયા હેઠળ મારું નામ બદલ્યું હતું. આ પ્રક્રિયા ગૃહના દરેક સભ્ય માટે ઉપલબ્ધ છે.’ આ રીતે જગદીપ ધનખરે જયા બચ્ચન ને પોતાનું નામ માં ફેરફાર કરાવવાં ને લઈને સલાહ આપી હતી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)