Site icon

Jaya bachchan: જયા બચ્ચને રાજ્યસભા માં ઉઠાવ્યો ફિલ્મ ઉદ્યોગ નો મુદ્દો, વિત્તમંત્રી ની વિનંતી કરતા ઇન્ડસ્ટ્રી ને લઈને કહી આવી વાત

Jaya bachchan: જયા બચ્ચને રાજ્યસભા માં બજેટ પરની સામાન્ય ચર્ચા દરમિયાન ફિલ્મ ઉદ્યોગ નો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સરકારને આ માટે પગલાં લેવા વિનંતી કરી.

jaya bachchan appeals to government for mercy on film industry

jaya bachchan appeals to government for mercy on film industry

News Continuous Bureau | Mumbai

Jaya bachchan: જયા બચ્ચન બોલિવૂડ ની દિગ્ગ્જ અભિનેત્રી છે. અભિનેત્રી હોવા ઉપરાંત જયા બચ્ચન સમાજવાદી પાર્ટી ની સભ્ય પણ છે. તાજેતર માં જયા બચ્ચને રાજ્યસભા માં બજેટ પરની સામાન્ય ચર્ચા દરમિયાન ફિલ્મ ઉદ્યોગ નો મુદ્દો ઉઠાવ્યો હતો. જયા બચ્ચને રાજ્યસભામાં કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને ફિલ્મ ઉદ્યોગ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા અને તેને જીવંત રાખવા માટે કેટલાક પ્રસ્તાવ લાવવાની અપીલ કરી હતી. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Anupama update: અનુપમા માં આવશે મોટો ટ્વીસ્ટ, ઘર ના આ સભ્ય સામે ખુલશે મોટી બા ની પોલ, જાણો સિરિયલ ના આગલા એપિસોડ વિશે

જયા બચ્ચને કરી ફિલ્મ ઉદ્યોગ વિશે વાત 

જયા બચ્ચને રાજ્યસભા માં વિત્તમંત્રી ને સંબોધતા કહ્યું, “તમે આ ઉદ્યોગનો ઉપયોગ ફક્ત તમારા રાજકીય લાભ માટે કરો છો. તમે આ ઉદ્યોગને સંપૂર્ણપણે અવગણ્યો છે. અન્ય સરકારો પણ આ કરી રહી હતી, પરંતુ તમે તેને આગલા સ્તર પર લઈ ગયા છો. આજકાલ બધું મોંઘું થઈ ગયું છે અને લોકો સિનેમાઘરોમાં જવાનું ટાળી રહ્યા છે. પરિણામે, સિંગલ સ્ક્રીન થિયેટરો બંધ થઈ રહ્યા છે. કદાચ તમે ઇચ્છો છો કે આ ઉદ્યોગ સંપૂર્ણપણે બંધ થઈ જાય? આ એવો ઉદ્યોગ છે જે ભારતને સમગ્ર વિશ્વમાં ઓળખ આપે છે.


પોતાની વાત ને આગળ વધારતા જ્યા બચ્ચને કહ્યું, “હું મારા ફિલ્મ ઉદ્યોગ વતી અને ઑડિઓ-વિઝ્યુઅલ ઉદ્યોગ વતી બોલી રહી છું, હું આ ગૃહને વિનંતી કરું છું કે કૃપા કરીને તેમને જવા દો. કૃપા કરીને તેમના પર થોડી દયા કરો. તમે આ ઉદ્યોગને સમાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. કૃપા કરીને આવું ન કરો. આજે તમે સિનેમાને પણ નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે.હું નાણામંત્રીને વિનંતી કરું છું કે તેઓ આ ઉદ્યોગની મુશ્કેલીઓને સમજે અને તેને બચાવવા માટે કેટલાક નક્કર પગલાં લે”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shahrukh and Gauri love story: નીલમ કોઠારીએ શાહરૂખ અને ગૌરીના સંબંધોને લઈને કર્યો મોટો ધડાકો, વર્ષો જૂનું રહસ્ય આવ્યું સામે
Rajeev Khandelwal: ટીવીનો સુપરસ્ટાર રાજીવ ખંડેલવાલ હવે બન્યો વકીલ! શું એક્ટરે ગ્લેમરની દુનિયાને હંમેશા માટે કહી દીધું છે અલવિદા?
Anupamaa Upcoming Twist: અનુપમા માં હાઈ-વોલ્ટેજ ડ્રામા: અનુપમા પર લાઠીથી હુમલો, શું તે ચૉલના રહેવાસીઓના ઘર બચાવી શકશે?
Akshay Khanna Dance video: ‘રહેમાન ડકૈત’નો અસલી અંદાજ: અક્ષય ખન્નાનો ‘છૈયા છૈયા’ ગીત પર ડાન્સ કરતો જૂનો વીડિયો થયો વાયરલ
Exit mobile version