ફોટો લેવા પર ફોટોગ્રાફર પર ભડકી ગઈ જયા બચ્ચન, ગુસ્સામાં કહી આવી વાત

Jaya Bachchan Gets Angry Again As People Click Pics Of Her

ફોટો લેવા પર ફોટોગ્રાફર પર ભડકી ગઈ જયા બચ્ચન, ગુસ્સામાં કહી આવી વાત

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન તાજેતરમાં જ મધ્યપ્રદેશના ઈન્દોર પહોંચ્યા હતા. અહીં અભિનેતાની સાથે તેની પત્ની અને અભિનેત્રી જયા બચ્ચન ( Jaya Bachchan ) પણ જોવા મળી હતી. આ દરમિયાન, તેમના મનપસંદ કલાકારોની એક ઝલક ( Click Pics ) મેળવવા માટે સ્થળ પર ભીડ એકઠી થઈ હતી. ચાહકો બંને સ્ટાર્સને મળવા માટે બેતાબ દેખાતા હતા. જો કે, અહીં ફરી એકવાર લોકોને જયા બચ્ચનનો ગુસ્સો જોવા મળ્યો.

જયા બચ્ચન નો વિડીયો થયો વાયરલ

વાસ્તવમાં મધ્યપ્રદેશ ની આર્થિક રાજધાની ઈન્દોરમાં કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ નું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે સદીના મેગાસ્ટાર તેનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આ પ્રસંગે તે પોતાની પત્ની અને અભિનેત્રી જયા બચ્ચન સાથે ઈન્દોર પહોંચ્યા હતા. આ સિવાય અનિલ અંબાણી અને ટીના અંબાણી એ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અહીં, ઇન્દોર એરપોર્ટ પર ચાહકો તેમના મનપસંદ કલાકારોની તસવીરો લેવા માંગતા હતા, જયા બચ્ચનને આ પસંદ ન આવ્યું અને દર વખતની જેમ તેણે આ કૃત્ય કરનારા લોકોને સખત ઠપકો આપ્યો. આટલું જ નહીં, જ્યારે ફેન્સે ફોટા પડાવ્યા ત્યારે અભિનેત્રી એટલી ગુસ્સે થઈ ગઈ કે તેણે લોકોને નોકરીમાંથી કાઢી મૂકવાનું પણ કહ્યું. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો:  રાખી સાવંત માટે મસીહા બન્યા મુકેશ અંબાણી, માતા ના ઈલાજ માં આ રીતે કરી રહ્યા છે મદદ

જયા બચ્ચન થઇ ટ્રોલ

વીડિયોની શરૂઆતમાં એક વ્યક્તિ જયા બચ્ચનની તસવીર લેવાનો પ્રયાસ કરતો જોવા મળે છે, જેને જોઈને અભિનેત્રી નારાજ સ્વરમાં કહે છે, ‘કૃપા કરીને મારો ફોટો ન લો… પ્લીઝ તે ન લો. તમે તેમને સમજાવ્યા નથી, ખરું?’ આ પછી તે પોતાની હોટલ તરફ જતી વખતે કહે છે, ‘આવા લોકોને નોકરીમાંથી કાઢી મુકવા જોઈએ.’ આ દરમિયાન જયા બચ્ચન સાથે હાજર રહેલા અમિતાભ બચ્ચન પણ ચુપચાપ પોતાની હોટલ તરફ જતા જોવા મળ્યા હતા.જણાવી દઈએ કે આ પ્રકારનો આ પહેલો મામલો નથી, આ પહેલા પણ જયા બચ્ચન ઘણી વખત ફેન્સ અને ફોટોગ્રાફર પર ભડકતી જોવા મળી છે. અભિનેત્રી તેના વર્તન માટે ટ્રોલ પણ થઈ છે.

Exit mobile version