Site icon

દિવાળી પર પણ પાપારાઝી પર ગુસ્સે થઇ જયા બચ્ચન – ઘરની બહાર આવી કર્યો તેમનો પીછો અને આપ્યો ઠપકો-જુઓ વાયરલ વિડીયો

News Continuous Bureau | Mumbai

દેશભરમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. બોલિવૂડ સ્ટાર્સ પણ તેમના પરિવાર અને મિત્રો સાથે દિવાળીની ઉજવણીમાં ડૂબેલા જોવા મળ્યા હતા. બધે જ ખુશીનો માહોલ હતો. પરંતુ દિવાળીના ખાસ દિવસે જયા બચ્ચન ખૂબ જ ગુસ્સામાં જોવા મળી હતી. જયા બચ્ચનનો પાપારાઝી પર ગુસ્સે થતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જયા બચ્ચન ઘણીવાર પાપારાઝી પર ગુસ્સે થતી જોવા મળે છે. ફોટો ક્લિક કરવા પર, જયાએ ઘણી વખત પાપારાઝી પર પ્રહારો કર્યા છે. પરંતુ દિવાળીના ખાસ અને ખુશ અવસર પર પણ જયા બચ્ચન પાપારાઝીથી ગુસ્સામાં જોવા મળી હતી. 

Join Our WhatsApp Community

વાસ્તવમાં, બચ્ચન પરિવારની દિવાળીની ઉજવણીને કેમેરામાં કેદ કરવા માટે પાપારાઝી અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના ઘર પ્રતિક્ષાની બહાર ભેગા થયા હતા. પરંતુ જયા બચ્ચનને તેમના ઘરની બહાર પાપારાઝી ભેગા થાય તે પસંદ ન હતું. પછી શું હતું, જયા બચ્ચન પોતે જ ઘરની બહાર આવી અને પાપારાઝીનો પીછો કરીને તેને સખત ઠપકો આપ્યો.જયા બચ્ચનનો કેમેરા પર્સન પર ગુસ્સે થતો કરતો વીડિયો ફરી એકવાર સોશિયલ મીડિયા પર છવાયેલો છે. જોકે, જયા બચ્ચનનો પાપારાઝી પરનો ગુસ્સો ચાહકોને પસંદ નથી. લોકો કહે છે કે જયાએ પાપારાઝી સાથે આવું વર્તન ન કરવું જોઈએ.

Janhvi Kapoor Uncomfortable Dress: જાન્હવી કપૂર સાડી સાથે આવું બ્લાઉઝ પહેરીને બહાર નીકળી, કેમેરાની લાઈટ પડતાં જ…..

તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા પણ જયા બચ્ચન પાપારાઝી પર ગુસ્સે થતી જોવા મળી હતી.. જયા બચ્ચનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેની આગામી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે. આ ફિલ્મ કરણ જોહર બનાવી રહ્યો છે. ફિલ્મમાં ધર્મેન્દ્ર, રણવીર સિંહ, આલિયા ભટ્ટ, શબાના આઝમી મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

Ranbir Kapoor: રણબીર કપૂર એ ઐશ્વર્યા રાય ની આ ફિલ્મમાં સહાયક નિર્દેશક તરીકે કર્યું હતું કામ, 17 વર્ષ પછી અભિનેત્રી સાથે કર્યો રોમાન્સ
Katrina Kaif Pregnancy: શું ખરેખર કેટરીના કૈફ ગર્ભવતી છે? જાણો રિપોર્ટ માં શું કરવામાં આવી રહ્યો છે દાવો
Sunny Sanskari Ki Tulsi Kumari Trailer: વરુણ-જાહ્નવીની કેમેસ્ટ્રી એ જીત્યા ચાહકો ના દિલ, ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ નું મજેદાર ટ્રેલર થયું રિલીઝ
Two Much With Kajol and Twinkle Trailer: કાજોલ-ટ્વિંકલ ના સવાલ જવાબ થી ડર્યો આમિર ખાન, સલમાન ખાને ઉડાવી મજાક, મજેદાર છે ટુ મચ નું ટ્રેલર
Exit mobile version