Jaya Bachchan Video: ફરી પાપારાઝી પર નારાજ થઇ જયા બચ્ચન, દીકરી શ્વેતા એ આ રીતે સંભાળી બાજી

Jaya Bachchan Video: શ્વેતા બચ્ચન સાથે રોનો મુખર્જીની પ્રેયર મીટમાં પહોંચી હતી જયા ફરી એક વાર પપારાઝી પર નારાજ થઇ હતી

by Zalak Parikh
Jaya Bachchan Loses Cool at Paparazzi During Prayer Meet Video Goes Viral

News Continuous Bureau | Mumbai 

Jaya Bachchan Video: બોલીવૂડની દિગ્ગજ અભિનેત્રી જયા બચ્ચન  ફરી એકવાર પાપારાઝી પર ગુસ્સે થતી જોવા મળી છે. ફિલ્મમેકર રોનો મુખર્જીની પ્રેયર મીટ દરમિયાન જયા બચ્ચન પોતાની પુત્રી શ્વેતા બચ્ચન સાથે પહોંચી હતી. જ્યારે તે બહાર નીકળી રહી હતી ત્યારે પાપારાઝી તેને ક્લિક કરવા લાગ્યા, જેને જોઈને જયા ગુસ્સે થઈ ગઈ અને કડક શબ્દોમાં તેમને ઠપકો આપ્યો.

આ સમાચાર પણ વાંચો: Tu Meri Main Tera Main Tera Tu Meri: ‘તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી’ ને મળી તેની હિરોઈન, કાર્તિક આર્યન સાથે કરશે રોમાન્સ

જયા બચ્ચનનો પાપારાઝી પર ફરીથી પ્રહાર

જયા બચ્ચન એ પાપારાઝી પર તંજ કસતાં કહ્યું, “ચાલો… તમે પણ આવો સાથે. બકવાસ બધું… ગંદા-ગંદા બધું.” શ્વેતાએ તરત જ જયાને કારમાં બેસાડવાનો પ્રયાસ કર્યો, પણ જયા ત્યાં પણ એક પાપારાઝી પર ભડકી ગઈ જે તેમને રેકોર્ડ કરી રહ્યો હતો. તેણે કહ્યું, “આવો, તમે પણ આવી જાઓ ગાડીમાં!”

 

View this post on Instagram

 

A post shared by Mamaraazzi (@mamaraazzi)


જયા બચ્ચનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. કેટલાક યુઝર્સે જયાની પ્રાઇવસી માટે લાગણી વ્યક્ત કરી છે, જ્યારે કેટલાકે તેને વધુ શાંતિથી વર્તવાની સલાહ આપી છે. આ પહેલો પ્રસંગ નથી જ્યારે જયા પાપારાઝી સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હોય.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More