Jaya Bachchan: જયા બચ્ચને સોશિયલ મીડિયા થી બનાવી છે દુરી, દિગ્ગ્જ અભિનેત્રી એ નવ્યા ના પોડકાસ્ટ દરમિયાન જણાવ્યું તેનું કારણ

Jaya Bachchan: જયા બચ્ચન હાલ તેની દીકરી સાથે નાતિન નવ્યા ના પોડકાસ્ટ વોટ ધ હેલ નવ્યા માં જોવા મળી રહી છે. આ દરમિયાન તે ઘણા ખુલાસા પણ કરતી જોવા મળે છે. આ પોડકાસ્ટ દરમિયાન જયા બચ્ચને સોશિયલ મીડિયા થી દૂર રહેવાનું કારણ જણાવ્યું

by Zalak Parikh
jaya bachchan revealed why she does not use social media

News Continuous Bureau | Mumbai 

Jaya Bachchan: જયા બચ્ચન તેમની પ્રતિક્રિયા અને પાપારાઝી સાથે તેના વ્યવહાર ને લઈને ચર્ચા માં રહે છે. હાલ જયા બચ્ચન તેની દીકરી શ્વેતા બચ્ચન સાથે તેની નાતિન નવ્યા ના પોડકાસ્ટ વો ધ હેલ નવ્યા માં જોવા મળી રહી છે. આ દરમિયાન જયા બચ્ચન ઘણા મુદ્દાઓ પર ખુલીને વાત કરતી પણ જોવા મળે છે.  હાલમાં જ શોના નવા એપિસોડનો પ્રોમો રિલીઝ થયો હતો, જેમાં જયા બચ્ચને સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું કારણ જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Nita ambani and Isha ambani: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં છવાઈ નીતા અંબાણી અને ઈશા અંબાણી,સંગીત સેરેમની માં જોવા મળી માં દીકરી ની જુગલબંધી

જયા બચ્ચને જણાવ્યું સોશિયલ મીડિયા થી દૂર રહેવાનું કારણ 

‘વોટ ધ હેલ નવ્યા સીઝન 2’માં જયા બચ્ચને કહ્યું, ‘દુનિયા પહેલાથી જ અમારા પરિવાર વિશે ઘણું બધું જાણે છે. અમારે આને ઇન્સ્ટાગ્રામ પર શેર કરવાની જરૂર નથી.’ આ સાથે ટેક્નોલોજી વિશે વાત કરતા જયા બચ્ચને જણાવ્યું, ‘જ્યારે હું નાની હતી ત્યારે અમારે કોલ બુક કરવા પડતા હતા. તે સમયે બે પ્રકારના કોલ હતા, એક નોર્મલ અને બીજો ઈમરજન્સી કોલ. જો તમારે તમારા બોયફ્રેન્ડ સાથે વાત કરવાની જરૂર હોય તો લોકો ઈમરજન્સી ફોન કરતા હતા.’ શ્વેતા એ કહ્યું,  ‘કાશ જ્યારે અમે મોટા થઈ રહ્યા હતા ત્યારે અમારી પાસે ઇન્ટરનેટ હોત, તે અમારા હોમવર્ક અને અન્ય ઘણી વસ્તુઓને સરળ બનાવત’.

 

View this post on Instagram

 

A post shared by What The Hell Navya (@wthn_official)


 

આ ઉપરાંત નવ્યા એ તેના પોડકાસ્ટ દરમિયાન નાની જયા બચ્ચન અને પાપારાઝી ના સંબંધ વિશે પણ પોલ ખોલી હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More