Site icon News Continuous Bureau | Mumbai

Jaya Bachchan With Kajol: જે કોઈ જયા બચ્ચન સાથે ના કરી શક્યું એ કાજોલ એ કરી બતાવ્યું,જુઓ અભિનેત્રી એ એવું તે શું કર્યું

Jaya Bachchan With Kajol: પાપારાઝી સામે હંમેશા સખત દેખાતી જયા બચ્ચન આ વખતે હસતી-ખિલખિલતી જોવા મળી, કાજોલના મસ્તીભર્યા અંદાજે બધાનું દિલ જીતી લીધું

Jaya Bachchan smiles and poses solo at Durga Puja, thanks to Kajol’s playful charm

Jaya Bachchan smiles and poses solo at Durga Puja, thanks to Kajol’s playful charm

News Continuous Bureau | Mumbai

Jaya Bachchan With Kajol: મુંબઈના નોર્થ બોમ્બે દુર્ગા પૂજા પંડાલમાં આ વર્ષે એક ખાસ નજારો જોવા મળ્યો. બોલીવૂડની દિગ્ગજ અભિનેત્રી અને રાજ્યસભા સાંસદ જયા બચ્ચન, જેમને સામાન્ય રીતે પાપારાઝી સામે સખત અને ચિડચિડી સ્વભાવમાં જોવામાં આવે છે, આ વખતે એકદમ અલગ અંદાજમાં જોવા મળી. કાજોલ સાથે પંડાલમાં હાજર રહેલી જયા બચ્ચન હસતી-ખિલખિલતી અને પોઝ આપતી જોવા મળી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Jaya Bachchan: દુર્ગા પંડાલમાં કાજોલને જોઈને ખુશ થઇ ગઈ જયા બચ્ચન,બંને નું ખડખડાટ હાસ્ય જોઈને લોકો એ આપી આવી પ્રતિક્રિયા

કાજોલના ઇશારાથી જયા બચ્ચનનો ‘સોલો પોઝ’ મોમેન્ટ

પૂજા પછી જ્યારે જયા બચ્ચન લાલ સિલ્ક સાડીમાં પંડાલમાં ઉભી હતી, ત્યારે કાજોલે તેમને પાપારાઝી સામે પોઝ આપવા માટે કહ્યું. કાજોલે તાળી વગાડી અને કહ્યું “સ્માઈલ કરો”, જેના જવાબમાં જયા બચ્ચન હસતી રહી અને એકલા પોઝ આપ્યા. ફેન્સે આ મોમેન્ટને “ચમત્કાર”  ગણાવ્યો અને કહ્યું કે “કાજોલએ અસંભવ કાર્ય કરી બતાવ્યું.” સોશિયલ મીડિયા પર યુઝર્સે લખ્યું – “આ તો AI વર્ઝન છે!” “જયા જી હસે છે, આ તો નવો અવતાર છે.” “કાજોલએ જયા બચ્ચનને હસાવ્યા, આ તો ‘કભી ખુશી કભી ગમ’ની સાસ-બહુ વાળી બોન્ડિંગ છે.” આ મોમેન્ટે ફેન્સને 2001ની ફિલ્મની યાદ અપાવી દીધી.


જયા બચ્ચન લાલ સાડી,રુબી અને ડાયમંડ જ્વેલરી, લાલ બિંદી અને ગુલાબથી શણગારેલા હેરબન સાથે ખૂબ જ ગ્રેસફુલ લાગી. બીજી તરફ કાજોલે પિંક અને ગોલ્ડન એમ્બ્રોઇડરીવાળી ટિશૂ સાડી પહેરી હતી, સાથે સ્લીવલેસ બ્લાઉઝ અને લાલ ચૂડીઓથી પોતાનો લુક સંપૂર્ણ કર્યો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version