Site icon

‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ના સ્ટાર્સ પર કોરોના ગ્રહણ, શબાના આઝમી પછી આ અભિનેત્રી બની કોરોના પોઝિટિવ ; જાણો વિગત 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022          
શુક્રવાર

જ્યારથી કરણ જોહરે તેની ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ની જાહેરાત કરી છે ત્યારથી આ ફિલ્મ સમાચારોમાં છે. હવે આ ફિલ્મ કોરોના મહામારીને લઈને ફરી ચર્ચામાં આવી છે. વાસ્તવમાં, થોડા દિવસો પહેલા, ફિલ્મની અભિનેત્રી શબાના આઝમીને કોરોના થયો હતો, હવે લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, અભિનેત્રી જયા બચ્ચન પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ના શૂટિંગ શિડ્યુલને અસર થઈ છે.

Join Our WhatsApp Community

એક ન્યૂઝ પોર્ટલ ના રિપોર્ટ અનુસાર, શબાના આઝમી બાદ જયા બચ્ચનનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. એક સૂત્રએ પોર્ટલને જણાવ્યું કે,'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'નું શૂટિંગ શેડ્યૂલ 2 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી શરૂ થવાનું હતું. પહેલા શબાના આઝમી અને હવે જયા બચ્ચન કોરોના પોઝિટિવ હોવાને કારણે કરણ જોહરે શેડ્યૂલ મોકૂફ રાખ્યું છે. કરણ જોહર કાસ્ટ અને ક્રૂ સાથે કોઈ જોખમ લેવા માંગતો નથી.

ક્રિકેટપ્રેમીઓ માટે મોટા સમાચાર, BCCI અધ્યક્ષ ગાંગુલીએ કરી જાહેરાત; આ શહેરોમાં રમાશે ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચ…

ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં શબાના આઝમી અને જયા બચ્ચન ઉપરાંત ધર્મેન્દ્ર, રણવીર સિંહ અને આલિયા ભટ્ટ છે. કરણ જોહરે ગયા વર્ષે આ ફિલ્મની જાહેરાત કરી હતી. કરણ જોહરની વધુ એક ફિલ્મ 'તખ્ત' કોરોના મહામારીને કારણે પૂર્ણ થઈ રહી નથી.નોંધનીય છે કે જયા બચ્ચન પહેલા વર્ષ 2020માં તેમના પરિવારમાં તેમના પતિ અમિતાભ બચ્ચન, પુત્ર અભિષેક બચ્ચન, પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન અને પૌત્રી આરાધ્યા બચ્ચનને કોરોના થયો હતો. આ પછી બધાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને પછી દરેકનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો.

TRP Report Week 43: ‘અનુપમા’એ જાળવી લીધી ટોચની ગાદી, પરંતુ ‘તુલસી’એ આપી કડક ટક્કર! જાણો ટોપ 5માં કયા શોઝ છે
120 Bahadur Trailer Release: ‘120 બહાદુર’નું ટ્રેલર જોયું? દર્શકો બોલ્યા – ‘બ્લોકબસ્ટરની તૈયારી!’ જુઓ અહીં.
Rashmika Mandanna and Vijay Deverakonda: ફાઇનલી કન્ફર્મ! રશ્મિકા મંદાના અને વિજય દેવરકોન્ડા ની લગ્ન ની તારીખ નો થયો ખુલાસો, ઉદયપુરમાં કરશે ગ્રાન્ડ વેડિંગ!
Neil Bhatt and Aishwarya Sharma: મનોરંજન જગતમાં મોટો આંચકો,નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્માએ છૂટાછેડાની અરજી કરી, ચાર વર્ષના લગ્નજીવનનો અંત!
Exit mobile version