ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૯ જૂન 2021
મંગળવાર
જયા બચ્ચન લાંબા સમયથી અદાકારીથી દૂર રહ્યાં છે. હવે ફરી એક વખત તેઓ ઍક્ટિંગની દુનિયામાં પાછાં ફરી રહ્યાં છે. જોકે તે રૂપેરી પડદે નહીં, પરંતુ ડિજિટલ ડેબ્યુ કરી રહ્યાં છે. તેઓ એક વેબ સિરીઝ ‘સદાબહાર’ માટે કામ કરવા તૈયાર થયાં છે. ઉલ્લેખનીય છે કે જયા બચ્ચન પાંચ વરસ પહેલાં રૂપેરી પડદે કરીના કપૂર અને અર્જુન કપૂરની ફિલ્મ ‘કી ઍન્ડ કા’માં જોવા મળ્યાં હતાં. જે ૨૦૧૬માં રિલીઝ થઈ હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જયા બચ્ચને આ વેબ સિરીઝનું શૂટિંગ ફેબ્રુઆરી મહિનામાં જ શરૂ કરી દીધું હતું, પરંતુ કોરોનાની બીજી લહેર આવતાં શૂટિંગ રોકી દેવું પડ્યું હતું. હવે વેબ સિરીઝ ‘સદાબહાર’ની ટીમે આ અઠવાડિયે બે સિક્વન્સનું શૂટિંગ શરૂ કરી દીધું છે.
ભારતનો આ ક્રિકેટર અભિનેત્રી દિશા પટની ના પ્રેમમાં પડ્યો
જોકે આ વેબ સિરીઝ વિશે વધુ માહિતી મળી નથી તેમ જ જયા બચ્ચનના રોલ વિશે પણ કોઈ જાણકારી આપવામાં આવી નથી, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે અભિનેત્રીનો રોલ દમદાર જ હશે.