News Continuous Bureau | Mumbai
Jaya prada: બોલિવૂડ અભિનેત્રી અને પૂર્વ સાંસદ જયાપ્રદા ની મુશ્કેલી વધી ગઈ છે. કોર્ટે જયાપ્રદા ને ભાગેડુ જાહેર કરી છે. 2019ની લોકસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવાર જયા પ્રદા વિરુદ્ધ રામપુરમાં આચારસંહિતા ભંગના બે કેસ નોંધવામાં આવ્યા હતા, જેની સુનાવણી રામપુરની સાંસદ-ધારાસભ્ય વિશેષ અદાલત (મેજિસ્ટ્રેટ ટ્રાયલ)માં ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ અનેક સમન્સ જારી કરવા છતાં જયા પ્રદા અગાઉની કેટલીક તારીખો પર કોર્ટમાં હાજર થઇ નહોતી. આ સિવાય જયા પ્રદા વિરુદ્ધ વોરંટ અને બિનજામીનપાત્ર વોરંટ પણ જારી કરવામાં આવ્યા હતા તેમ છતાં તે કોર્ટમાં હાજર થઇ નહોતી.
જયાપ્રદા ને કોર્ટે કરી ભાગેડુ જાહેર
સાંસદ-ધારાસભ્ય વિશેષ અદાલતે ગઈકાલે જયાપ્રદા ને ભાગેડુ જાહેર કરતા પહેલા કોર્ટે રામપુરના એસપીને અનેક પત્રો લખ્યા હતા અને તેમને હાજર કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ તે હજુ પણ હાજર થઇ નહોતી. જયાપ્રદા સામે 82 સીઆરપીસી હેઠળ કાર્યવાહી કરીને, કોર્ટે પોલીસ અધિક્ષકને ડેપ્યુટી એસપીના નેતૃત્વ હેઠળ એક ટીમ બનાવવા અને 6 માર્ચ, 2024 ના રોજ કોર્ટમાં રજૂ કરવા સૂચના આપી છે.
આ સમાચાર પણ વાંચો : Kalki 2898 ad: નાગ અશ્વિને પ્રભાસની ફિલ્મ કલ્કિ 2898 એડી ની વાર્તા પર કર્યો મોટો ખુલાસો, આ ગ્રંથ સાથે છે ફિલ્મ નું કનેક્શન
તમને જણાવી દઈએ કે,વર્ષ 2019માં જયાપ્રદા વિરુદ્ધ કેમરી અને સ્વાર પોલીસ સ્ટેશનમાં આચારસંહિતા ભંગના બે કેસ નોંધાયા હતા. પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. સ્વારમાં નોંધાયેલા કેસમાં જુબાની પૂર્ણ થઈ ગઈ છે. કેમરી કેસમાં જુબાની થવાની છે પરંતુ જયા પ્રદા કોર્ટમાં હાજર રહી નથી.હવે કોર્ટે જયાપ્રદા ની ધરપકડ કરીને 6 માર્ચે કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે.