Jaya prada: અભિનેત્રી જયાપ્રદા ની મુશ્કેલી વધી, આ કેસમાં અદાલતે અભિનેત્રી ને કરી ‘ભાગેડુ’ જાહેર, કોર્ટ એ પોલીસ ને આપ્યો આ આદેશ

Jaya prada: અભિનેત્રી જયા પ્રદાને કોર્ટે ભાગેડુ જાહેર કરી છે. આ સાથે કોર્ટે પોલીસને જયા પ્રદાને 6 માર્ચે હાજર કરવાનો આદેશ પણ આપ્યો છે.આ મામલો આચારસંહિતા સાથે જોડાયેલો છે.

jaya prada declared absconding court asks police to arrest her and produce her in court on march 6

jaya prada declared absconding court asks police to arrest her and produce her in court on march 6

News Continuous Bureau | Mumbai 

Jaya prada: બોલિવૂડ અભિનેત્રી અને પૂર્વ સાંસદ જયાપ્રદા ની મુશ્કેલી વધી ગઈ છે. કોર્ટે જયાપ્રદા ને ભાગેડુ જાહેર કરી છે. 2019ની લોકસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવાર જયા પ્રદા વિરુદ્ધ રામપુરમાં આચારસંહિતા ભંગના બે કેસ નોંધવામાં આવ્યા હતા, જેની સુનાવણી રામપુરની સાંસદ-ધારાસભ્ય વિશેષ અદાલત (મેજિસ્ટ્રેટ ટ્રાયલ)માં ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ અનેક સમન્સ જારી કરવા છતાં જયા પ્રદા અગાઉની કેટલીક તારીખો પર કોર્ટમાં હાજર થઇ નહોતી. આ સિવાય જયા પ્રદા વિરુદ્ધ વોરંટ અને બિનજામીનપાત્ર વોરંટ પણ જારી કરવામાં આવ્યા હતા તેમ છતાં તે કોર્ટમાં હાજર થઇ નહોતી.  

Join Our WhatsApp Community

 

જયાપ્રદા ને કોર્ટે કરી ભાગેડુ જાહેર 

સાંસદ-ધારાસભ્ય વિશેષ અદાલતે ગઈકાલે જયાપ્રદા ને ભાગેડુ જાહેર કરતા પહેલા કોર્ટે રામપુરના એસપીને અનેક પત્રો લખ્યા હતા અને તેમને હાજર કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ તે  હજુ પણ હાજર થઇ નહોતી. જયાપ્રદા સામે 82 સીઆરપીસી હેઠળ કાર્યવાહી કરીને, કોર્ટે પોલીસ અધિક્ષકને ડેપ્યુટી એસપીના નેતૃત્વ હેઠળ એક ટીમ બનાવવા અને 6 માર્ચ, 2024 ના રોજ કોર્ટમાં રજૂ કરવા સૂચના આપી છે.

આ સમાચાર પણ વાંચો : Kalki 2898 ad: નાગ અશ્વિને પ્રભાસની ફિલ્મ કલ્કિ 2898 એડી ની વાર્તા પર કર્યો મોટો ખુલાસો, આ ગ્રંથ સાથે છે ફિલ્મ નું કનેક્શન

તમને જણાવી દઈએ કે,વર્ષ 2019માં જયાપ્રદા વિરુદ્ધ કેમરી અને સ્વાર પોલીસ સ્ટેશનમાં આચારસંહિતા ભંગના બે કેસ નોંધાયા હતા. પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. સ્વારમાં નોંધાયેલા કેસમાં જુબાની પૂર્ણ થઈ ગઈ છે. કેમરી કેસમાં જુબાની થવાની છે પરંતુ જયા પ્રદા કોર્ટમાં હાજર રહી નથી.હવે કોર્ટે જયાપ્રદા ની ધરપકડ કરીને 6 માર્ચે કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે. 

 

KSBKBT 2: કેમ તુલસીએ છોડ્યું શાંતિનિકેતન? KSBKBT 2 માં જબરદસ્ત વળાંક, મિહિર ઉર્ફે અમર ઉપાધ્યાયે વ્યક્ત કર્યું પોતાનું દર્દ
Hema Malini : દેઓલ પરિવારથી અંતર કે મજબૂરી? ધર્મેન્દ્ર માટે હેમા માલિનીની અલગ પ્રાર્થના સભા પાછળનું સત્ય આવ્યું સામે, જાણો મનોજ દેસાઈએ શું કહ્યું.
KBC 16: કાર્તિક આર્યને અમિતાભ બચ્ચનને પૂછ્યો અજીબ સવાલ, બિગ બીએ મજાકિયા અંદાજમાં લગાવી ફટકાર!
Kumar Sanu : કુમાર સાનુ આરપારના મૂડમાં! એક્સ વાઈફ રીતા ભટ્ટાચાર્યને ફટકારી લીગલ નોટિસ, બદનક્ષી બદલ માંગી અધધ આટલી રકમ
Exit mobile version