News Continuous Bureau | Mumbai
Jaya prada : બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી અને રાજકારણી જયા પ્રદાને ઘણા વર્ષો પહેલાના એક કેસમાં ચેન્નાઈની કોર્ટે છ મહિનાની જેલની સજા ફટકારી છે. સજાની સાથે તેના પર 5000 રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. આ ચુકાદો અભિનેત્રીના બિઝનેસ પાર્ટનર રામ કુમાર અને રાજા બાબુને પણ લાગુ પડે છે, જેઓ પણ આ કેસમાં દોષિત ઠર્યા હતા.
શું છે મામલો
અહેવાલો સામે આવ્યા છે કે જયા પ્રદા તેમના વ્યવસાયિક ભાગીદારો સાથે અગાઉ ચેન્નાઈમાં મૂવી થિયેટર ધરાવતી હતી. જોકે થોડાં વર્ષો પહેલાં આર્થિક નુકસાનને કારણે સિનેમા હોલ બંધ કરવો પડ્યો હતો. થિયેટરમાં કામ કરતા કર્મચારીઓએ જયા પ્રદા સામે કેસ દાખલ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે તેણીએ કર્મચારીઓના રાજ્ય વીમા (ESI)ની રકમ ચૂકવી નથી, જે તેના પગારમાંથી કાપવામાં આવી હતી. આ પછી, શ્રમ સરકારી વીમા નિગમે જયા પ્રદા, રામ કુમાર અને રાજા બાબુ વિરુદ્ધ કેસ દાખલ કર્યો.જયા પ્રદા, તેમના બિઝનેસ પાર્ટનર્સ અને કર્મચારીઓ વચ્ચે ચાલી રહેલી કાનૂની લડાઈ ચેન્નાઈની એગ્મોર મેજિસ્ટ્રેટ કોર્ટમાં પહોંચી હતી. ત્યાં કેસની સુનાવણી થઈ અને જેલ અને દંડનો અંતિમ ચુકાદો સંભળાવ્યો. જયા પ્રદાએ કથિત રીતે કેસ સ્વીકારી લીધો છે અને થિયેટર કર્મચારીઓના તમામ લેણાં ચૂકવવાનું વચન પણ આપ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Unnao Crime: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ડુપ્લીકેટ અને અખિલેશ યાદવના સ્ટાર પ્રચારકનું શંકાસ્પદ મોત… અખિલેશ યાદવે ન્યાયિક કાર્યવાહીની કરી માંગ..
જયા પ્રદા ને થઇ સજા
જયાપ્રદાએ આ કેસને ફગાવી દેવા માટે કોર્ટમાં અપીલ કરી હતી, પરંતુ તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. પરિણામે, અભિનેત્રીને છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી અને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. આ કેસની વધુ વિગતો હજુ સામે આવી નથી, પરંતુ આશા છે કે તમામ માહિતી સામે આવશે. જયા પ્રદાના કરિયરની વાત કરીએ તો બોલિવૂડમાં અભિનયથી બધાના દિલ જીત્યા બાદ તેણે રાજકારણમાં પોતાનું નસીબ અજમાવ્યું. તે હાલમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલ છે.