જેનિફર વિંગેટ ના ચાહકો માટે સારા સમાચાર,મોટી જાહેરાત સાથે સરપ્રાઈઝ આપશે અભિનેત્રી, આ જુના શો ની થઇ શકે છે વાપસી

News Continuous Bureau | Mumbai

અભિનેત્રી જેનિફર વિંગેટ(Jennifer Winget) ટીવીની દુનિયામાં અત્યાર સુધી ઘણી સિરિયલોમાં કામ કરી ચુકી છે. જોકે, તેણે સીરીયલ બેહદ (Beyhadh) માં માયાના ગ્રે શેડ ( negative role)પાત્રથી ઘણી લોકપ્રિયતા મેળવી હતી. હાલમાં તે કોઈ શોમાં દેખાઈ રહી નથી, પરંતુ ટૂંક સમયમાં તેનો નવો શો શરૂ થઈ શકે છે. આ જાણકારી ખુદ જેનિફર વિંગેટે આપી છે. તે તેના ચાહકોને સરપ્રાઈઝ (surprise)આપવા માટે તૈયાર છે.

Join Our WhatsApp Community

જેનિફર વિંગેટે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ (social media) પરથી એક ટૂંકી વિડિયો ક્લિપ શેર કરી છે જેમાં તે તેના આગામી પ્રોજેક્ટને લઈને ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહી છે. તેમજ તેના શબ્દો પરથી અંદાજ લગાવી શકાય છે કે તે જૂના શોમાંથી પરત ફરી શકે છે. કારણ કે વિડિયોના અંતે સાંભળી શકાય છે કે તમારું મનપસંદ કોર ક્રેકર આખરે પાછું આવ્યું છે.જેનિફરની આ સરપ્રાઈઝ પોસ્ટ જોયા બાદ ફેન્સની ઉત્તેજના ઘણી વધી ગઈ છે અને ફેન્સ તેની પોસ્ટ પર એક પછી એક કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. મોટાભાગના વપરાશકર્તાઓ અનુમાન કરી રહ્યા છે કે જેનિફર કોડ એમ સીઝન 2 (code M season 2) સાથે પુનરાગમન કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : અનુપમા ના જીવન માં થઇ તેના સાસરિયાં ની એન્ટ્રી, શરૂ થશે તેની અગ્નિ પરીક્ષા; જુઓ અનુપમા નો નવો પ્રોમો

જેનિફરની વાત કરીએ તો તેણે ટીવીની દુનિયામાં ઘણું નામ કમાવ્યું છે અને તે પછી અભિનેત્રીએ વેબ સિરીઝ કોડ એમ દ્વારા ડિજિટલ ડેબ્યૂ (Jennifer Winget digital debut)કર્યું હતું. જેનિફરની આ વેબ સિરીઝ (Zee5) અને (Alt Balaji) પર રિલીઝ થઈ હતી. હાલમાં દર્શકો પણ તેની સીઝન 2ની રાહ જોઈ રહ્યા છે

Dhurandhar: રેટ્રો ટચ અને હાઈ-વોલ્ટેજ એક્શન! ‘ધુરંધર’ના સંગીતે જીત્યા દિલ, રણવીર-અક્ષયના સીન્સમાં મ્યુઝિકે ફૂંકી જાન
KSBKBT 2: કેમ તુલસીએ છોડ્યું શાંતિનિકેતન? KSBKBT 2 માં જબરદસ્ત વળાંક, મિહિર ઉર્ફે અમર ઉપાધ્યાયે વ્યક્ત કર્યું પોતાનું દર્દ
Hema Malini : દેઓલ પરિવારથી અંતર કે મજબૂરી? ધર્મેન્દ્ર માટે હેમા માલિનીની અલગ પ્રાર્થના સભા પાછળનું સત્ય આવ્યું સામે, જાણો મનોજ દેસાઈએ શું કહ્યું.
KBC 16: કાર્તિક આર્યને અમિતાભ બચ્ચનને પૂછ્યો અજીબ સવાલ, બિગ બીએ મજાકિયા અંદાજમાં લગાવી ફટકાર!
Exit mobile version