ખૂબસૂરતી અને ઉમદા અભિનય માટે જાણીતી ટેલિવિઝનની આ પૉપ્યુલર અભિનેત્રી આવી કોરોનાની ચપેટમાં; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 23  જુલાઈ, 2021

શુક્રવાર

ટીવીની પૉપ્યુલર અભિનેત્રી જેનિફર વિંગેટ  પોતાની ખૂબસૂરતી અને ઉમદા અભિનય માટે જાણીતી છે. હાલમાં જ જેનિફરે પોતાના ફેન્સ માટે એવી ખબર શૅર કરી છે જે જાણીને અભિનેત્રીના ફેન્સ પરેશાન થવાના છે. વાત એમ છે કે જેનિફર કોરોના સંક્રમિત થઈ છે. હાલમાં જ જેનિફર વિંગેટે તેના ઇન્સ્ટાગ્રામ પર તેનો એક ફની ફોટો શૅર કરી તેની બીમારીની જાણકારી આપી છે. શૅર કરવામાં આવેલી તસવીરમાં જેનિફર સંપૂર્ણ કપડાંમાં પૅક છે અને ફની ચહેરો બનાવી રહી છે. એટલું જ નહીં તે પીઠના બળે સૂતી નજર આવે છે. આ તસવીર શૅર કરી જેનિફરે લાંબી મોટી પોસ્ટ લખી છે. 'ડાઉન છું, પણ આઉટ નથી હું…' આ વાત સાચી છે કે કોરોનાએ મને ચપેટમાં લીધી છે, પણ હું એસિમ્પ્ટોમૅટિક છું અને સંપૂર્ણ સ્વસ્થ છું. જે લોકો ચિંતિત છે તેઓ પરેશાન ન થતા. ક્વૉરન્ટિનમાં છું, રડું છું અને ખાઉં છું અને ફરીથી ઍક્શનમાં આવવાની રાહ જોઈ રહી છું. આ એક નાનકડો પોઝ છે, પણ વચન આપું છું કે આ બાદ મજબૂતીથી સ્વસ્થ થઈને પરત આવીશ. આપ સૌની શુભકામનાઓ માટે આભાર, પણ કોવિડ મારું કંઈ જ નહીં બગાડી શકે, જલદી જ પાછી ફરીશ.'

રાજ કુન્દ્રા આ હીરોઇનને લઈને બનાવવા જઈ રહ્યો હતો ફિલ્મ; નામ જાણી ચોંકી જશો

વર્કફ્રન્ટની વાત કરીએ તો જેનિફરને ટીવીનો ફેમસ શો 'બેહદ' અને 'બેપનાહ'ને કારણે ઘણી પૉપ્યુલારિટી મળી છે. જેનિફર કોડ-એમથી ડિજિટલ ડેબ્યુ કરી ચૂકી છે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment