Site icon

ખૂબસૂરતી અને ઉમદા અભિનય માટે જાણીતી ટેલિવિઝનની આ પૉપ્યુલર અભિનેત્રી આવી કોરોનાની ચપેટમાં; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 23  જુલાઈ, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

ટીવીની પૉપ્યુલર અભિનેત્રી જેનિફર વિંગેટ  પોતાની ખૂબસૂરતી અને ઉમદા અભિનય માટે જાણીતી છે. હાલમાં જ જેનિફરે પોતાના ફેન્સ માટે એવી ખબર શૅર કરી છે જે જાણીને અભિનેત્રીના ફેન્સ પરેશાન થવાના છે. વાત એમ છે કે જેનિફર કોરોના સંક્રમિત થઈ છે. હાલમાં જ જેનિફર વિંગેટે તેના ઇન્સ્ટાગ્રામ પર તેનો એક ફની ફોટો શૅર કરી તેની બીમારીની જાણકારી આપી છે. શૅર કરવામાં આવેલી તસવીરમાં જેનિફર સંપૂર્ણ કપડાંમાં પૅક છે અને ફની ચહેરો બનાવી રહી છે. એટલું જ નહીં તે પીઠના બળે સૂતી નજર આવે છે. આ તસવીર શૅર કરી જેનિફરે લાંબી મોટી પોસ્ટ લખી છે. 'ડાઉન છું, પણ આઉટ નથી હું…' આ વાત સાચી છે કે કોરોનાએ મને ચપેટમાં લીધી છે, પણ હું એસિમ્પ્ટોમૅટિક છું અને સંપૂર્ણ સ્વસ્થ છું. જે લોકો ચિંતિત છે તેઓ પરેશાન ન થતા. ક્વૉરન્ટિનમાં છું, રડું છું અને ખાઉં છું અને ફરીથી ઍક્શનમાં આવવાની રાહ જોઈ રહી છું. આ એક નાનકડો પોઝ છે, પણ વચન આપું છું કે આ બાદ મજબૂતીથી સ્વસ્થ થઈને પરત આવીશ. આપ સૌની શુભકામનાઓ માટે આભાર, પણ કોવિડ મારું કંઈ જ નહીં બગાડી શકે, જલદી જ પાછી ફરીશ.'

રાજ કુન્દ્રા આ હીરોઇનને લઈને બનાવવા જઈ રહ્યો હતો ફિલ્મ; નામ જાણી ચોંકી જશો

વર્કફ્રન્ટની વાત કરીએ તો જેનિફરને ટીવીનો ફેમસ શો 'બેહદ' અને 'બેપનાહ'ને કારણે ઘણી પૉપ્યુલારિટી મળી છે. જેનિફર કોડ-એમથી ડિજિટલ ડેબ્યુ કરી ચૂકી છે.

Two much: કાજોલ અને ટ્વિંકલ ખન્નાના શો ટુ મચ માં અક્ષય-સૈફની મસ્તી અને ભાવનાત્મક પળો, તૈમૂર ના પ્રશ્ને સૈફ થયો ભાવુક
Karan Johar New Show: શાર્ક ટેન્ક ને ટક્કર આપવા આવી રહ્યો છે કરણ જોહર! ઇન્ડસ્ટ્રી ના આ દિગ્ગ્જ્જો સાથે શરૂ કરી રહ્યો છે પીચ ટૂ ગેટ રિચ શો
Rani Mukerji : રાની મુખર્જી એ પણ સાયબર ક્રાઇમ વિરુદ્ધ ઉઠાવ્યો અવાજ, સાયબર અવેરનેસ મંથ કાર્યક્રમ માં કહી આવી વાત
Akshay Kumar: અક્ષય કુમારની 13 વર્ષીય પુત્રી સાથે વિડીયો ગેમ દ્વારા થયેલી અશ્લીલ માંગ, અભિનેતાએ CM સમક્ષ મામલો રજુ કરતા કરી આ વિનંતી
Exit mobile version