News Continuous Bureau | Mumbai
ટીવી ક્વીન જેનિફર વિંગેટની(Jennifer Winget) લોકપ્રિય વેબ સિરીઝ 'કોડ એમ' (code M) ને દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો હતો અને હવે ચાહકો આ સિરીઝના બીજા ભાગની (season 2)રાહ જોઈ રહ્યા છે. આ રાહની વચ્ચે ફેન્સ માટે એક સારા સમાચાર આવ્યા છે. નિર્માતાઓએ 'કોડ એમ'ની બીજી સીઝનનું ટ્રેલર (Code M trailer release)રિલીઝ કર્યું છે, જેમાં જેનિફર ફરી એકવાર તેના એક્શન અવતારમાં જોવા મળી રહી છે. ટ્રેલરમાં જોવા મળે છે કે એક મિશન પૂરું કર્યા પછી જેનિફર એક નવા મિશન પર નીકળી પડી છે.
જેનિફર વિંગેટે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Jennifer Winget instagram account) પર 'Code M2'નું ટ્રેલર શેર કર્યું છે. 1 મિનિટ 36 સેકન્ડનું આ ટ્રેલર એક્શનથી(action) જ શરૂ થાય છે. સિરીઝમાં જેનિફરે મોનિકાની ભૂમિકા ભજવી છે, જે આર્મી ઓફિસરના અવતારમાં ચાહકોનું દિલ જીતી રહી છે. આ ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે મોનિકા એક નવી જગ્યાએ છે, જ્યાં તે અન્ય કેસનો ઉકેલ કરતી જોવા મળશે. આ સમય દરમિયાન તેને ફરીથી અનેક પડકારોનો સામનો કરવો પડશે. આ વખતે પણ તે કોઈના પર વિશ્વાસ કરવા જઈ રહી નથી.જેનિફર વિંગેટે આ ટ્રેલર સાથે કેપ્શનમાં લખ્યું છે, 'ધ્યાન રાખો મિત્રો. શું તમે મેજર મોનિકા મેહરા (Monika Mehra)સાથે જોડાવા માટે તૈયાર છો કારણ કે તે રાષ્ટ્રની રક્ષા કરે છે, પછી ભલે તે ગમે તેટલી કિંમત ભોગવે.' તમને જણાવી દઈએ કે 'કોડ M' વર્ષ 2020માં OTT પ્લેટફોર્મ પર આવી હતી, જેના દ્વારા જેનિફરે OTT ડેબ્યૂ (OTT debut)કર્યું હતું. દર્શકોએ આ શ્રેણીને સારો પ્રતિસાદ આપ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : જેનિફર વિંગેટ ના ચાહકો માટે સારા સમાચાર,મોટી જાહેરાત સાથે સરપ્રાઈઝ આપશે અભિનેત્રી, આ જુના શો ની થઇ શકે છે વાપસી
અક્ષય ચૌબે દ્વારા નિર્દેશિત જેનિફર વિંગેટની વેબ સિરીઝ 'કોડ એમ'ની(Code M season 2) બીજી સીઝન 9 જૂને OTT પ્લેટફોર્મ Voot પર પ્રસારિત થશે. આ શ્રેણીમાં કુલ આઠ એપિસોડ હશે. જેનિફર ઉપરાંત, સિરીઝમાં તનુજ વિરવાની (Tanuj Virwani)પણ જોવા મળશે, જે સીઝન વનમાં પણ જોવા મળ્યો હતો.