Jethalal on Animal song: જેઠાલાલ પર ચઢ્યો જમાલ કુડુ નો રંગ, એનિમલ ના અબરાર ની જેમ ઝૂમતો જોવા મળ્યો અભિનેતા, જુઓ વાયરલ વિડીયો

Jethalal on Animal song: ફિલ્મ એનિમલ નું ગીત ‘જમાલ કુડુ’ ટ્રેન્ડ કરી રહ્યું છે. ઘણા લોકો આ ગીત ના રીલ બનાવી ચુક્યા છે હવે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જેઠાલાલ ‘જમાલ કુડુ’ ના હુક અપ સ્ટેપ કરતા જોવા મળે છે.

by Zalak Parikh
jethalal dance on animal song jamal kudu video goes viral

News Continuous Bureau | Mumbai

Jethalal on Animal song: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષ થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ સિરિયલ માં જેઠાલાલ નું પાત્ર સૌથી લોકપ્રિય છે. લોકો જેઠાલાલ ના ઘણા મીમ બનાવી ચુક્યા છે. આ દિવસો માં ફિલ્મ એનિમલ નું બોબી દેઓલ નું એન્ટ્રી સોન્ગ જમાલ કુડુ ટ્રેન્ડ કરી રહ્યું છે ઘણા લોકો આ ગીત પર રીલ્સ બનાવી ચુક્યા છે હવે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તારક મહેતા ના જેઠાલાલ જમાલ કુડુ નો હુક અપ સ્ટેપ કરતો જોવા મળે છે.  

 

જેઠાલાલ નો ડાન્સ વિડીયો થયો વાયરલ 

એક સોશિયલ મીડિયા યુઝરે એક એડિટેડ વિડીયો શેર કર્યો છે જેમાં જેઠાલાલ એનિમલના બોબી દેઓલ ની સ્ટાઈલમાં જોવા મળી રહ્યો છે.વાસ્તવમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના એક સીન સાથે એનિમલ ના ગીત ‘જમાલ કુડુ’ ની ક્લિપ એડિટ કરી ને શેર કરવામાં આવી છે, જેમાં જેઠાલાલ બોબી દેઓલ જેવી જ સ્ટાઈલમાં ડાન્સ કરતો જોવા મળે છે. આ એડિટેડ વીડિયોને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Dipraj Jadhav (@dipraj_jadhav_edits)


તમને જણાવી દઈએ કે ફિલ્મ એનિમલ માં બોબી દેઓલ ના પાત્ર નું નામ અબરાર છે. આ ફિલ્મ માં તેનું પાત્ર મૂંગું છે એટલેકે તે બોલી નથી શકતો. આ ફિલ્મ માં બોબી દેઓલ ના અભિનય ના ખુબ વખાણ થઇ રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : TMKOC Jethalal: જેઠાલાલ ના રીયલ લાઈફ પુત્ર ના લગ્ન માં પહોંચી તેની રીલ લાઈફ પત્ની,તારક મહેતા ની સ્ટારકાસ્ટ સાથે ની તસવીર થઇ વાયરલ

 

Join Our WhatsApp Community

You may also like