News Continuous Bureau | Mumbai
Jethalalna Bhavada Gujarati Film:
- વાયા બૉલિવુડ અને ભોજપુરી ઢોલિવુડમાં એન્ટ્રી કરી રહ્યા છે કેપ્ટન વિડિયોના અમિત કુમાર ગુપ્તા
- અમિત કુમારની પહેલી ફિલ્મ જેઠાલાલના ભવાડા સાત માર્ચના રિલીઝ થઈ રહી છે
૭ માર્ચના એક ફિલ્મ રિલીઝ થઈ રહી છે જેનું નામ છે જેઠાલાલના ભવાડા. નિલેશ મહેતા દિગ્દર્શિત ફિલ્મના નિર્માતા છે અમિત કુમાર ગુપ્તા. અનેક હિન્દી, ભોજપુરી સહિત અન્ય પ્રાદેશિક ભાષાની ફિલ્મોના રાઇટ્સ ધરાવતી દેશની અગ્રણી કેપ્ટન વિડિયોના માલિક અમિત કુમાર ગુપ્તા જેઠાલાલના ભવાડા ફિલ્મથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી રહ્યા છે. જોકે નિર્માતા તરીકે તેઓ હિન્દી, ભોજપુરી ફિલ્મોનું નિર્માણ કરી ચુક્યા છે. જેઠાલાલના ભવનાડાના નિર્માણ દરમિયાન અમિત કુમાર ગુપ્તાની મુલાકાત દરમિયાન અનેક મુદ્દે ચર્ચા કરી હતી.
Jethalalna Bhavada Gujarati Film: તમે પહેલેથી જ મનોરંજનની દુનિયા સાથે સંકળાયેલા છો?
હકીકતમાં મારા પાપાએ ૧૯૯૩માં કેપ્ટન વિડિયો નામની કંપનીની સ્થાપના કરી હતી. જેના અંતર્ગત ફિલ્મોના રાઇટ્સ લઈ અમે વિડિયો કેસેટ રિલીઝ કરતા હતા. મૂળત: અમે દિલ્હીના છીએ એટલે પાપા મુંબઈ આવી ફિલ્મોના રાઇટ્સ ખરીદી એની વિડિયો કેસેટ રિલીઝ કરતા હતા. ૧૯૯૮માં જ્યારે મિથુનદાની ફિલ્મો ઘણી રિલીઝ થતી હતી ત્યારે અમે દર મહિને તેમની એક ફિલ્મ રિલીઝ કરતા. ત્યાર બાદ અમે ઘણી મોટી ફિલ્મોના પણ રાઇટ્સ લેવાનું શરૂ કર્યું. જેમાં માચીસ, જાની દુશ્મન, સલાંખે, ફર્ઝ, ઇન્ડિયન, બીવી નંબર વન, વાસ્તવ વગેરેનો સમાવેશ થાય છે.
વીસીડી બાદ ડીવીડીનો જમાનો શરૂ થયો એટલે ફિલ્મોની ડીવીડી બનાવવાનું શરૂ કર્યું. તો 2010માં યુટ્યુબની શરૂઆત થઈ તો અમે પણ એ તરફ વળ્યા. અમારી યુટ્યુબ ચૅનલ પર દર શનિવારે એક ફિલ્મનું પ્રીમિયર થતું હોય છે. એ સાથે હિન્દી, ભોજપુરી, ગુજરાતી સહિત અન્ય ભાષાની ફિલ્મો દર્શાવતી રાપચિક ઍપ શરૂ કરી. આજે રાપચિક પર પાંચસો જેટલા વિડિયો અને સાત લાખ જેટલા સબ્સ્ક્રાઇબર છે.
Jethalalna Bhavada Gujarati Film: ફિલ્મ નિર્માણમાં ક્યારે એન્ટ્રી કરી ?
મારા પાપાએ મિથુન ચક્રવર્તી સાથે પહેલી ફિલ્મ 1999માં બનાવી હતી પણ પછી નિર્માણ બંધ કર્યું હતું. ફિલ્મ સાથે અમારું નામ રહેતું પણ મોટાભાગે અમે ધીરાણ કરતા. ત્યાર બાદ ઓછા બજેટની ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું. તો ૨૦૧૫થી ભોજપુરી ફિલ્મો બનાવવાની શરૂઆત કરી. ભોજપુરીમાં અમે ૨૩ ફિલ્મો બનાવી ચુક્યા છીએ. ત્યારબાદ અન્ય પ્રાદેશિક ફિલ્મો બનાવવાની શરૂ કર્યું. જેમાં બંગાળી, આસામી સહિતની અન્ય ભાષાની ફિલ્મો બનાવી. હિન્દીમાં પણ મર્યાદિત બજેટની ફિલ્મો બનાવી છે. હાલ માર્કેટના કલાકારો સાથે એક હિન્દી ફિલ્મનું પણ પ્લાનિંગ ચાલી રહ્યું છે. ઉપરાંત અમારી ચૅનલ માટે વેબ સિરીઝ પણ બનાવીએ છીએ. હવે ગુજરાતી ફિલ્મ જેઠાલાલના ભવાડા બનાવી જે સાતમી માર્ચે રિલીઝ થઈ રહી છે.
Jethalalna Bhavada Gujarati Film: ઉત્તર ભારતથી સીધા પશ્ચિમ ભારતના ગુજરાતમાં એન્ટ્રી કેવી રીતે થઈ?
વાત જાણે એમ છે કે મધુ વિડિયોના હીરાચંદ દંડ સાહેબ સાથે ચાલીસ વરસનો સંબંધ છે. તેમની સાથે ઘણું કામ કર્યું છે. દંડ સાહેબે જ ગુજરાતી ફિલ્મ બનાવવાનું સૂચન કર્યું અને મેં ઢોલિવુડમાં જંપલાવવાનો નિર્ણય કર્યો. એ સાથે તમને જણાવી દઉં કે અમે વરસની છ-સાત ગુજરાતી ફિલ્મો બનાવવાનું નક્કી કર્યું છે. જેની શરૂઆત જેઠાલાલના ભવાડાથી કરી રહ્યા છીએ.
Jethalalna Bhavada Gujarati Film: ગુજરાતીમાં કેવા પ્રકારની ફિલ્મો બનાવવા માગો છો?
મારી પસંદગીની વાત કરું તો સમાજને સંદેશ આપતી ફિલ્મ બનાવવાનું પસંદ છે. પછા ભલે એ સામાજિક હોય કે કૉમેડી પણ એક સંદેશ દર્શકોને મળવો જોઇએ. મારી હિન્દી ફિલ્મ હોય કે ભોજપુરી, મેં હંમેશ કોશિશ કરી છે કે મારી ફિલ્મ થકી લોકોમાં જાગરૂકતા આવે.
Jethalalna Bhavada Gujarati Film: તમે ફિલ્મો, વેબ સિરીઝ બનાવી રહ્યા છો તો સિરિયલનું નિર્માણ કરવાની કોઈ યોજના?
અમે સિરિયલ બનાવવાની યોજના બનાવી છે પણ અમારી પોતાની રંગોલી ચૅનલ માટે. આપની જાણ ખાતર અમે ટૂંક સમયમાં સેટેલાઇટ ચૅનલ રંગોલી લૉન્ચ કરવાના છીએ. જેમાં અમારા હટમ પ્રોડક્શન ઉપરાંત અન્ય નિર્માતાઓની સિરિયલ પણ પ્રસારિત કરાશે. ચૅનલ પર સિરિયલ પ્રસારિત થયા બાદ અમારી ઍપ પણ પણ એ જોવા મળશે.
આ સમાચાર પણ વાંચો : Jethalalna Bhavada Gujarati Film: ગુજરાતભરમાં ‘જેઠાલાલના ભવાડા’ ફિલ્મની ચર્ચાએ પકડ્યું જોર, ફિલ્મની વાર્તા ‘તારક મહેતાના…’ આ કલાકારો પર છે આધારિત..
Jethalalna Bhavada Gujarati Film: ગુજરાતીમાં જ પહેલી ફિલ્મ બનાવવા જેઠાલાલના ભવાડા જેવો વિષય પસંદ કરવાનું ખાસ કારણ?
નામ પરથી જ અંદાજો આવી શકે છે કે આ એક કૉમેડી ફિલ્મ હશે અને એમાં લગ્નબાહ્ય સંબંધોની વાત મજેદાર રીતે આલેખવામાં આવી હશે. પણ હું કહીશ કે ફિલ્મમાં એક ગૂઢ સંદેશ પણ આપવામાં આવ્યો છે કે આપણે જે નજરે જોયેલી વાત પરથી બાંધેલો અંદાજ ખોટો પણ હોઈ શકે છે. કદાચ એને કારણે કોઈની જિંદગીમાં સુનામી પણ આવી શકે છે.
Jethalalna Bhavada Gujarati Film: ગુજરાતી ફિલ્મ નિર્માણનો પહેલો અનુભવ કેવો રહ્યો?
ખૂબ જ મજેદાર. અમારા દિગ્દર્શક નિલેશ મહેતાએ અશોક ઉપાધ્યાયની વાર્તાને ખૂબ જ સુંદર રીતે પરદા પર રજૂ કરી છે. જેઠાલાલના ભવાડા હસાવતા હસાવતા દર્શકોના લાગણીના તાર ઝણઝણાવી જશે. એ સાથે ફિલ્મના મુખ્ય કલાકારો જયદીપ શાહ, જિગ્નેશ મોદી, જસ્મીન અને વિધિ શાહે પણ ખૂબ જ સુંદર અભિનય કર્યો છે. જોકે નિયત સમય અને બજેટમાં ફિલ્મને પૂરી કરી રિલીઝ કરવા માટે નિલેશ મહેતા અભિનંદનના અધિકારી છે.
જિનિયસ એન્ટરટેઇન્મેંટ પ્રા. લિ. બેનર હેઠળ બની રહેલી ફિલ્મના નિર્માતા છે અમિત કુમાર ગુપ્તા. નિલેશ મહેતાના દિગ્દર્શન હેઠળ બની રહેલી ફિલ્મના કલાકારો છે જયદીપ શાહ, જસ્મીન, વિધિ શાહ, જીગ્નેશ મોદી, પૂર્વી શાહ, દર્શન માવાણી, સ્મિતા, કૌશિકા ગોસ્વામી, વિરાજ, હિતાંશી (હની), એન. કે. રાવલ, રિચા શાહ, નિકુંજ, પ્રિયંકા રાયઠઠ્ઠા, ખુશી રાયઠઠ્ઠા, ઝૂમ ઝૂમ (મંજુલા) અને બાળ કલાકાર સૌમ્ય માવાણી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.