News Continuous Bureau | Mumbai
Jhalak dikhhla jaa 11: ઝલક દિખલા જા 11 લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો માં સલેબ્રીટી તેમના ડાન્સ મૂવ્સ થી જજીસ ને ઈમ્પ્રેસ કરી રહ્યા છે તો બીજી તરફ શો માં વાઈલ્ડકાર્ડ એન્ટ્રી પણ થઇ છે. આ વાઈલ્ડકાર્ડ એન્ટ્રી માં બિગ બોસ ઓટિટિ 2 ફેમ મનીષા રાની પણ આવી છે. મનીષા પહેલા જ દિવસ થી જજીસ ને ઈમ્પ્રેસ કરવાનો પ્રયાસ કરી રહી છે. હવે શો ના લેટેસ્ટ એપિસોડ માં રવીના ટંડન સ્પેશિયલ જોવા મળશે. જેમાં મનીષા રાની એ રવીના ટંડન ના ગીત ટીપ ટીપ બરસા પાની પર ડાન્સ કરતી જોવા મળશે.
મનીષા રાની એ કર્યો ટીપ ટીપ બરસા પાની પર ડાન્સ
ઝલક દિખલા જા માં મનીષા રાની એ રવીના ટંડન ના ગીત ટીપ ટીપ બરસા પાની પર તેના કોરિયોગ્રાફર આશુતોષ સાથે ધમાકેદાર ડાન્સ કર્યો હતો. મનીષા રાની ની પરફોર્મન્સ જોઈ જજ ફરાહ ખાને કહ્યું, ‘મેં વિચાર્યું ન હતું કે રવિના સિવાય કોઈ આટલું સારું કરી શકે. પરંતુ તમે આ સ્ટાઇલ માં ખૂબ જ સારી રીતે કર્યું. તમે બહુ સારા ડાન્સર છો.’ જેના પર અરશદ વારસી એ કહ્યું, ‘તમે ક્યાંય ના જશો.’
View this post on Instagram
તમને જણાવી દઈએ કે આ ઝલક દિખલા જા ની 11 મી સીઝન છે. જેમાં ફરાહ ખાન, મલાઈકા અરોરા અને અરશદ વારસી જજ તરીકે જોવા મળી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Koffee with karan 8: કોફી વિથ કરણ 8 માં નીતુ કપૂરે કર્યો જયા બચ્ચન વિશે શોકિંગ ખુલાસો! પાપારાઝી સામે ગુસ્સે થવાનું જણાવ્યું અસલી કારણ