ધડક ગર્લ જાન્હવી કપૂરે કરાવ્યું બોલ્ડ ફોટોશુટ. અભિનત્રીની કાતિલ અદાના ફેન્સ થયા દીવાના. તમે પણ જુઓ આ તસવીરો 

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

17 માર્ચ 2021

બૉલીવુડ અભિનેત્રી જાન્હવી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અવાર નવાર તે તેના વિવિધ સ્ટાઇલના ફોટા ચાહકો સાથે શેર કરતી રહે છે.    

તાજેતરમાં અભિનેત્રી જાન્હવી કપૂરે તેના કેટલાક ગ્લેમરસ ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ તસવીરોમાં જાન્હવી કપૂર ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.  તસવીરો માં જોઈ શકાય છે કે જાન્હવીએ ન્યૂડ મેક અપ કર્યું છે અને તેણે સિલ્વર ઇયરિંગ્સ પહેર્યા છે.  

જાન્હવીની સ્ટાઇલ અને ડ્રેસ તેના ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. જાન્હવીના ફોટોગ્રાફ્સને લાખો લોકો પસંદ કરી ચૂક્યા છે અને હજારો લોકો કમેન્ટસ  કરી રહ્યા છે. 

બોલિવૂડ અભિનેત્રી જ્હન્વી કપૂરે ધડક ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ જાહનવી એક પછી એક ફિલ્મમાં કામ કરી રહી છે. રાજકુમાર રાવ અને વરૂણ શર્મા સાથે જાન્હવી કપૂરની ફિલ્મ 'રૂહી' ગત સપ્તાહે 11 માર્ચે રિલીઝ થઈ છે. 

ખાસ વાત એ છે કે લોકડાઉન પછીની આ પહેલી મોટી સ્ટારર ફિલ્મ છે, જે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.  રુહી લગભગ 2000 સ્ક્રીનો પર રિલીઝ થઈ છે. આ એક હોરર કોમેડી છે. ફિલ્મનું દિગ્દર્શન હાર્દિક મહેતાએ કર્યું છે.

Exit mobile version