Site icon

Jigra teaser: ભાઈ વેદાંગ માટે બચ્ચન બની આલિયા ભટ્ટ, અભિનેત્રી ની ફિલ્મ જિગરા નું દમદાર ટીઝર થયું રિલીઝ

Jigra teaser: આલિયા ભટ્ટ અને વેદાંગ રૈના ની ફિલ્મ જિગરા નું ધમાકેદાર ટીઝર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝર માં આલિયા ભટ્ટ જબરજસ્ત એકશન કરતી જોવા મળી રહી છે.

jigra teaser release alia bhatt turns action hero

jigra teaser release alia bhatt turns action hero

News Continuous Bureau | Mumbai

Jigra teaser: આલિયા ભટ્ટ અને વેદાંગ રૈના ની ફિલ્મ જિગરા નું ધમાકેદાર ટીઝર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.આ ફિલ્મ માં વેદાંગ રૈના આલિયા ભટ્ટ ના ભાઈ ની ભૂમિકામાં જોવા મળશે. ટીઝર જોતા એક વસ્તુ સ્પષ્ટ થઇ ગઈ છે કે આલિયા તેના ભાઈ ને બચાવવા કઈ પણ કરી શકે તેમ છે. આ ફિલ્મ માં આલિયા ભટ્ટ દમદાર એક્શન કરતી પણ જોવા મળશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Anupama spoiler alert: અનુપમા માં ગણેશ ચતુર્થી ના દિવસે આવશે મોટો ટ્વીસ્ટ, પરિવાર માં હંગામો કરશે તોષુ, જાણો સિરિયલ ના આવનાર એપિસોડ વિશે

જિગરા નું ટીઝર 

ટીઝરની શરૂઆતમાં આલિયા ભટ્ટ એક રેસ્ટોરન્ટમાં બેઠેલી જોવા મળે છે.આલિયા કોઈની સાથે વાત કરતા કહે કે ‘ભગવાન માતાને લઈ ગયા, પિતાએ પોતાનો જીવ લીધો, દૂરના સંબંધીએ આશ્રય આપ્યો અને ભારે ભાડું વસૂલ્યું… ભાટિયા સાહેબ છોડો. વાર્તા બહુ લાંબી છે અને ભાઈ પાસે સમય બહુ ઓછો છે.’ ટીઝર ના એક સીન માં મનોજ પાહવા આલિયા ને કહે છે, “અરે બચ્ચન નહીં બનના હૈ, બચકે નિકલના હૈ.” આના પર આલિયા કહે છે, “હવે મારે માત્ર બચ્ચન બનવું છે.” આ જોતા એવું લાગે છે કે આલિયા તેના ભાઈ ને જેલમાંથી બહાર કાઢવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર હોવાનું સ્પષ્ટ થાય છે. 


જિગરા નું નિર્દેશન વાસન બાલા એ કર્યું છે. આ ફિલ્મનું નિર્માણ કરણ જોહર, અપૂર્વ મહેતા, આલિયા ભટ્ટ, શાહીન ભટ્ટ અને સોમેન મિશ્રાએ મળીને કર્યું છે.આ ફિલ્મ 11 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Yeh Rishta Kya Kehlata Hai: ૧૬ વર્ષથી રાજ કરતો શો ‘યે રિશ્તા…’ ઓફ-એર થવાના આરે? જાણો શું છે ચેનલનો નવો પ્લાન
Sabeer Bhatia Review Dhurandhar: સબીર ભાટિયાનો ‘ધુરંધર’ પર આકરો પ્રહાર: ‘ક્રિએટિવિટીના નામે માત્ર દેખાડો’, નવી પેઢી પર ફિલ્મની અસરને લઈને વ્યક્ત કરી ચિંતા
Ranveer Allahbadia New House Mumbai: ઝીરોથી કરોડો સુધીની સફર: રણવીર અલ્હાબાદિયાએ મુંબઈમાં ખરીદ્યું લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ; યુટ્યુબ કિંગની નેટવર્થ જોઈ આંખો પહોળી થઈ જશે
Kalki 2898 AD Sequel: બે મહાનાયકોનું મિલન! ‘કલ્કી 2’ના સેટ પર અમિતાભ બચ્ચન અને કમલ હાસનની જુગલબંધી; ફોટા જોઈ ચાહકોમાં ભારે ઉત્સાહ
Exit mobile version