News Continuous Bureau | Mumbai
Operation Sindoor: બોલીવૂડમાં ‘ઓપરેશન સિંદૂર’ પર ફિલ્મ બનાવવા માટે અનેક પ્રોડ્યુસર્સ વચ્ચે દોડ લાગી છે. પહેલગામ માં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા આ ઓપરેશનને લઈને 30થી વધુ પ્રોડક્શન હાઉસે ટ્રેડમાર્ક માટે અરજી કરી છે. આમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના યુનિટ જિયો સ્ટુડિયોઝ પણ સામેલ હતું. જોકે હવે કંપનીએ સ્પષ્ટતા કરી છે કે તેઓએ અરજી પાછી ખેંચી લીધી છે અને આ અરજી તેમના એક જુનિયર કર્મચારી દ્વારા અજાણતાં કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો: Khushboo Patani Video: ઓપરેશન સિંદૂર બાદ ખુશ્બુ પટની એ શેર કર્યો વિડીયો, દિશા પટની ની બહેન એ લોકો ને આપી આવી સલાહ
રિલાયન્સનો સ્પષ્ટ જવાબ: ટ્રેડમાર્કનો કોઈ ઈરાદો નહોતો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે ‘ઓપરેશન સિંદૂર’ એ હવે રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક બની ગયું છે અને કંપનીનો તેને ટ્રેડમાર્ક કરવાનો કોઈ ઈરાદો નહોતો. કંપનીએ કહ્યું કે આ નામ ભારતની બહાદુરી અને આતંકવાદ સામેની લડતનું પ્રતિક છે. નિવેદનમાં વધુમાં જણાવાયું કે જિયો સ્ટુડિયોઝ તરફથી જે ટ્રેડમાર્ક અરજી કરવામાં આવી હતી, તે કંપનીના એક જુનિયર કર્મચારી દ્વારા મંજુરી વિના કરવામાં આવી હતી. કંપનીએ તરત જ આ અરજી પાછી ખેંચી લીધી છે અને આ મુદ્દે સ્પષ્ટતા આપી છે.
Reliance Industries has no intention of trademarking Operation Sindoor, a phrase which is now a part of the national consciousness as an evocative symbol of Indian bravery. Jio Studios, a unit of Reliance Industries, has withdrawn its trademark application, which was filed… pic.twitter.com/Nxwic58pf7
— ANI (@ANI) May 8, 2025
પેહલગામમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેના દ્વારા કરવામાં આવેલું ઓપરેશન સિંદૂર દેશભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. રિલાયન્સે પણ જણાવ્યું કે તેઓ ભારત સરકાર અને સશસ્ત્ર દળોની સાથે ઊભા છે અને આતંકવાદ સામેની લડતમાં સંપૂર્ણ સમર્થન આપે છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)