News Continuous Bureau | Mumbai
John abraham:જોન અબ્રાહમે ફિલ્મ પઠાણ માં તેના દમદાર અભિનય થી લોકો ના દિલ જીતી લીધા હતા. જોન અબ્રાહમ એક અભિનેતા હોવા ઉપરાંત એક સફળ બિઝનેસમેન પણ છે. હવે જોન અબ્રાહમ ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જોન અબ્રાહમે મુંબઈ ના ખાર વિસ્તાર માં એક આલીશાન ઘર ખરીદ્યુ છે. જેની કિંમત કરોડોમાં છે.
જોન અબ્રાહમે ખરીદ્યુ ઘર
મીડિયા રિપોર્ટ મુજબ જોન અબ્રાહમે મુંબઈના ખાર વિસ્તારમાં લિંકિંગ રોડ પર એક આલીશાન ઘર ખરીદ્યું છે. આ પ્રોપર્ટી નું નામ નિર્મલ ભવન છે, આ પ્રોપર્ટી 7,722 સ્ક્વેર ફીટમાં ફેલાયેલી છે. આ બંગલાની કિંમત 70.83 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. જોન ના આ બંગલાની ડીલ 27 ડિસેમ્બર, 2023ના રોજ થઈ હતી અને તે પેટે અંદાજે રૂ. 4.24 કરોડની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવવામાં આવી છે. જોન અબ્રાહમ નો આ બંગલો દરિયા કિનારે સ્થિત છે.છે જોન નો આ નવો બંગલો ખારના પોશ વિસ્તાર લિંકિંગ રોડ પર છે.
આ સમાચાર પણ વાંચો : Aamir khan: અભિનય બાદ હવે આમિર ખાન ને લાગ્યો આ વસ્તુ નો ચસ્કો, આ ક્ષેત્ર ની લઇ રહ્યો છે તાલીમ
જોન અબ્રાહમે હજુ સુધી આ બંગલા ની ખરીદી ના સમાચારને સમર્થન આપ્યું નથી.તમેં જણાવી દઈએ કે, જોન અબ્રાહમ પહેલેથી જ બાંદ્રામાં એક આલીશાન એપાર્ટમેન્ટ ધરાવે છે.