News Continuous Bureau | Mumbai
John cena: જોન સીના એ અનંત અને રાધિકા ના લગ્ન માં હાજરી આપી હતી.આ લગ્ન માં દેશ અને વિદેશ ની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી. અનંત અને રાધિકા ના લગ્ન માં જોન સીના દેસી અવતાર માં જોવા મળ્યો હતો. તાજેતર માં જોન સીના એ એક મીડિયા હાઉસ સાથે વાતચીત કરી હતી આ દરમિયાન તેને અંબાણી ના લગ્ન ના અનુભવ અને શાહરુખ ખાન વિશે વાત કરી હતી.
આ સમાચાર પણ વાંચો: Sunidhi chauhan: સુનિધિ ચૌહાણે ખોલી રિયાલિટી શો ની પોલ, સાથે જ જણાવ્યું અરિજિત સિંહ ની સક્સેસ પાછળ નું કારણ
જોન સીના એ ભારતીય વાનગી અને શાહરુખ વિશે કરી વાત
જોન સીના એ એક મીડિયા હાઉસ સાથે ની વાતચીત દરમિયાન અંબાણી લગ્ન માં પીરસવામાં આવેલી ભારતીય વાનગી વિશે જણાવ્યું કે, ‘અંબાણીના લગ્નમાં ઉત્તમ ભોજન હતું. તેમાં ભારતીય સ્ટ્રીટ ફૂડની સાથે ભારતીય ખોરાકનો સમાવેશ થતો હતો અને સમગ્ર ભોજન અદ્ભુત હતું. સ્ટ્રીટ ફૂડ સ્વાદિષ્ટ હતું. હું ખૂબ જ ટૂંકા સમય માટે રોકાયો.. તેથી હું ફરી એકવાર ભારત જઈને ભારતીય ભોજનનો આનંદ માણવા માંગુ છું. મસાલાનું સ્તર મારા માટે ઘણું વધારે હતું, તેથી જ્યારે હું પાછો આવું ત્યારે હું મારા મસાલાના મીટર અનુસાર ભારતીય વાનગીઓ ફરીથી અજમાવવા માંગુ છું. હું ટૂંક સમયમાં પાછા આવવાનું વિચારી રહ્યો છું.’
“Can’t wait to test my spice meter when I come back”: John Cena talks about relishing Indian food at Ambani wedding
Read @ANI Story | https://t.co/QqbBTEADpA#India #JohnCena #Hollywoodactor #WWEChampion pic.twitter.com/aAE9I6fNn2
— ANI Digital (@ani_digital) August 5, 2024
Exclusive: John Cena recalls meeting Shah Rukh Khan at Ambani Wedding.. #ShahRukhKhan #JohnCena pic.twitter.com/i2HU84ou1W
— ℣ (@Vamp_Combatant) August 5, 2024
આ સાથે જ જોન સીના એ શાહરુખ ખાન વિશે જણાવ્યું કે, ‘તેણે મારું જીવન બદલવામાં મદદ કરી. તે બદલાવ પછીથી હું મને જે જેકપોટ્સ આપવામાં આવ્યા છે તે બધા માટે હું ઓળખી શક્યો અને તેનો આભાર માનું છું અને હું તેનો બગાડ ન કરું અને તેના માટે સખત મહેનત કરું.તે એક એવી ભાવનાત્મક ક્ષણ હતી જ્યારે તમે કોઈ એવી વ્યક્તિ સાથે હાથ મિલાવતા હતા જેણે તમારા જીવનને ખૂબ પ્રભાવિત કર્યું હતું. હું તેમને કહી શકતો હતો કે તેઓએ શું કર્યું હતું. તે ખરેખર અદ્ભુત અને તદ્દન જોવાલાયક હતું.’
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)