Jolly LLB 3 OTT Release: થિયેટર માં ધૂમ મચાવ્યા બાદ હવે આ ઓટિટિ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય અને અર્શદ ની ફિલ્મ

Jolly LLB 3 OTT Release: અક્ષય કુમાર અને અર્શદ વારસીની ફિલ્મે થિયેટરમાં ધમાલ મચાવી, હવે ઓટીટી પર જોવા મળશે કોર્ટરૂમ ડ્રામા નો ત્રીજો અધ્યાય

by Zalak Parikh
Jolly LLB 3 OTT Release: Akshay-Arshad’s Courtroom Drama to Stream on Netflix and JioHotstar from November 14

News Continuous Bureau | Mumbai

Jolly LLB 3 OTT Release: અક્ષય કુમાર અને અર્શદ વારસી ની ફિલ્મ “જોલી એલએલબી 3”  19 સપ્ટેમ્બરથી થિયેટરમાં રિલીઝ થઈ છે અને હવે ઓટીટી પર પણ તેની રાહ જોવાઈ રહી છે. ફિલ્મના નિર્માતાઓએ હજુ સુધી ઓફિશિયલ જાહેરાત નથી કરી, પરંતુ રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મ 14 નવેમ્બરથી નેટફ્લિક્સ અને જીઓ હોટસ્ટાર પર સ્ટ્રીમ થવાની શક્યતા છે.

આ સમાચાર પણ વાંચો : Saiyaara: ‘સૈયારા’ પછી ફરીથી યશરાજ સાથે લવ સ્ટોરી બનાવશે મોહિત સૂરી, આ વર્ષે ફ્લોર પર જશે ફિલ્મ

ફિલ્મની કથા અને પાત્રો

“જોલી એલએલબી 3” એક કોર્ટરૂમ ડ્રામા છે જેમાં બે જુદા જુદા જોલી—જોલી મિશ્રા અને જોલી ત્યાગી  —એકબીજાની સામે કોર્ટમાં લડી રહ્યા છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને અર્શદ વારસીના સાથે અમૃતા રાવ  , હુમા કુરૈશી , સૌરભ શુક્લા , ગજરાજ રાવ  અને સીમા બિસ્વાસ  જેવા દિગ્ગજ કલાકારો છે.ફિલ્મે રિલીઝના પ્રથમ સપ્તાહમાં જ ભારતમાં 73.50 કરોડની કમાણી કરી છે અને વૈશ્વિક સ્તરે 108 કરોડનો આંકડો પાર કર્યો છે. ફિલ્મ નું બજેટ 120 કરોડ છે અને તે ટૂંક સમયમાં  100 કરોડ ક્લબમાં સામેલ થવાની આશા છે. દર્શકો અને વિવેચકો બંનેએ ફિલ્મના હાસ્ય, કોર્ટરૂમ સીન અને સામાજિક સંદેશને વખાણ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Star Studio18 (@starstudio18)


ફિલ્મના ઓટીટી રિલીઝ માટે દર્શકો આતુર છે. નિયમ મુજબ કોઈ પણ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થયા પછી લગભગ 8 અઠવાડિયામાં ઓટીટી પર આવે છે. તેથી “જોલી એલએલબી 3” 14 નવેમ્બરે Netflix અને JioHotstar પર જોવા મળશે એવી શક્યતા છે. જો કે, હજુ સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત થઈ નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More