News Continuous Bureau | Mumbai
JR NTR Ram mandir: અયોધ્યા માં રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા ની તૈયારી પુરજોશ માં ચાલી રહી છે. આ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માં ટીવી જગત, સીને જગત, રાજકારણી જેવા ઘણા સેલેબ્સ ને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆર નું નામ પણ સામેલ છે. પરંતુ હવે મીડિયા રિપોર્ટ માં એવું કહેવામાં આવી રહ્યું છે કે, જુનિયર એનટીઆર રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માં ભાગ નહીં લઇ શકે. મડિયા રિપોર્ટ મુજબ જુનિયર એનટીઆર તેની ફિલ્મ દેવરા ના શૂટિંગ ને કારણે અયોધ્યા નહીં જઈ શકે.
આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: શાહરુખ ખાને ક્લિનિક ની બહાર કર્યું એવું વર્તન કે સોશિયલ મીડિયા યુઝર્સ એ લગાવી ક્લાસ
અયોધ્યા નહીં જાય જુનિયર એનટીઆર
મીડિયા રિપોર્ટ મુજબ જુનિયર એનટીઆર હાલમાં ફિલ્મ ‘દેવરા’ના શૂટિંગમાં ખૂબ જ વ્યસ્ત છે. શૂટિંગ શિડ્યુલ સંપૂર્ણ રીતે ભરેલું છે. આવી સ્થિતિમાં તેઓ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપી શકશે નહીં. મીડિયા માં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, ‘જુનિયર એનટીઆર ને કાર્યક્રમમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું હતું. પરંતુ તેઓ તેના સુધી પહોંચી શકશે નહીં. અભિનેતાની કેટલીક પ્રતિબદ્ધતાઓ છે જે પ્રાથમિકતા પર છે.’ જોકે આ મામલે અભિનેતા તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.