News Continuous Bureau | Mumbai
Junior mehmood: જુનિયર મેહમૂદ તરીકે જાણીતા પીઢ અભિનેતા અને ફિલ્મ નિર્માતા નઈમ સઈદ વિશે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ માં એવું કહેવામાં આવી રહ્યો છે કે અભિનેતા કેન્સર નામ ની ગંભીર બીમારી થી પીડિત છે. અને તેમની હાલત નાજુક છે. હવે આ વાત ની પુષ્ટિ અભિનેતા ના નજીક ના મિત્ર ગણાતા સલામ કાઝીએ કરી છે. સલામ કાઝી એ મીડિયાને જણાવ્યું કે ‘જુનિયર મહેમૂદના પેટમાં ગાંઠ છે. તેમનું બ્લડ પ્રેશર અને શુગર લેવલ ઘણું વધી ગયું હતું, જેના કારણે તેમનું વજન 20 કિલો ઘટી ગયું છે, તેઓ છેલ્લા બે વર્ષથી કેન્સરથી પીડિત છે. હવે જુનિયર મહેમૂદની તબિયત બગડવાની માહિતી મળતા જ પીઢ કોમેડિયન-એક્ટર જોની લીવર તેમને મળવા આવ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.
જુનિયર મહેમુદ ના ખબર અંતર પૂછવા પહોંચ્યા જોની લીવર
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયો માં જોઈ શકાય છે કે, જુનિયર મહમૂદ નબળા દેખાતા હતા અને બેડ પર પડેલા દેખાતા હતા ત્યારે જોની લીવર વાતચીત દરમિયાન તેમને પ્રેરણા પૂરી પાડતો દેખાય છે.જુનિયર મહેમુદ ના મિત્ર સલામ કાઝી કહે છે કે ‘તેઓ 2 વર્ષથી કેન્સરથી પીડિત છે. શરૂઆતમાં, જ્યારે તેને કેટલીક સમસ્યાઓ થવા લાગી, ત્યારે તેણે તેને ગંભીરતાથી ન લીધો, પરંતુ પછીથી અચાનક તેનું વજન ઘટવા લાગ્યું, જેના પછી જૂનિયર મહેમૂદે આખરે તેનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો. આ પછી તેમને ખબર પડી કે તેમને ફેફસાં અને લિવરમાં કેન્સર છે. આ સાથે તેને કમળો પણ થયો હતો.’
Get well soon sir.
Junior Mehmood has not been keeping well. Comedian Jonny liver seen here trying to lift up his spirits.
Credit – Mumbai khabar.#juniormehmood#jonnyliver pic.twitter.com/x5NU6iCxE1
— The Last man🇮🇳 𝕩 (@the_last_man00) December 2, 2023
તમને જાણવી દઈએ કે, જુનિયર મેહમૂદે 60-70ના દાયકામાં બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ ફિલ્મો માં દિવંગત અભિનેતા મેહમૂદની નકલ કરતો હતો, જેના કારણે તેનું નામ પણ જુનિયર મેહમૂદ પડ્યું. જુનિયર મહેમૂદે લગભગ 265 ફિલ્મો માં કામ કર્યું છે. આ ઉપરાંત તેમને મરાઠી ફિલ્મો નું નિર્દેશન પણ કર્યું છે.
આ સમાચાર પણ વાંચોઃ Amitabh bachchan: અમિતાભ બચ્ચન ની 3000 કરોડ ઉપર ની સંપત્તિ પર દીકરા અભિષેક કે દીકરી શ્વેતા કોણો રહેશે અધિકાર? બિગ બી એ પોતે કર્યો હતો આ વાત નો ખુલાસો